<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ગુજરાતમાં આજથી મેઘરાજાની ફરી ધમાકેદાર એન્‍ટ્રી ?

સુરત વલસાડ નવસારી સહિતના વિસ્‍તારોમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્‍જ એલર્ટ, વડોદરા અને ભરૂચ માટે યલો એલર્ટ જાહેર કરાયું

 

 

ગાંધીનગરઃ આજથી ગુજરાત રાજ્‍યમાં વરસાદનો વધુ એક નવો રાઉન્‍ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન તંત્ર અને અન્‍ય તમામ મુખ્‍ય આગાહીકારોએ રાજ્‍યમાં આગામી દિવસોમાં સારો વરસાદ પડવાની સ્‍પષ્ટ આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ફરી મહેરબાન થવાના છે જેને પગલે સુરત વલસાડ નવસારી અને ડાંગ સહિતના અડધો ડઝનથી વધુ વિસ્‍તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે. આ વિસ્‍તારોમાં વહીવટી તંત્ર દ્વારા ઓરેન્‍જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્‍યું છે.

આ ઉપરાંત ભરૂચ અને વડોદરા સહિતના આસપાસના જિલ્‍લાઓમાં પણ મધ્‍યમથી ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્‍યું છે. સ્‍થાનિક પ્રશાસન દ્વારા કોઈપણ પરિસ્‍થિતિને પહોંચી વળવા માટે આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને લોકોને નીચાણવાળા વિસ્‍તારોથી દૂર રહેવા સૂચના અપાઈ છે.

(11:27 AM IST)