<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ એક્શનમાં:દેદિયાસણ, બેચરાજી, વિસનગર અને ઊંઝા સહિતના વિસ્તારોમાં ચેકીંગ ઝુંબેશ

કુલ 68 ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા : FSW વાન દ્વારા 175 ખાદ્ય પદાર્થોનું સ્થળ પર જ ટેસ્ટિંગ :17 કિલો અખાદ્ય ફરસાણ અને ખાદ્ય તેલનો નાશ કરાયો

મહેસાણા : દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ એક્શનમાં આવ્યો છે. દેદિયાસણ, બેચરાજી, વિસનગર અને ઊંઝા સહિતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 68 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે FSW વાન દ્વારા 175 ખાદ્ય પદાર્થોનું સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 17 કિલો અખાદ્ય ફરસાણ અને ખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો હતો. તહેવારોમાં લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી વિભાગ દ્વારા સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી.

(7:04 PM IST)