News of Sunday, 15th November 2026
ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીને મળ્યા ! : બળદેવજી ઠાકોરે પડકાર ફેંકતા કહ્યું કે, “પુરાવા આપો તો જાહેર જીવન છોડી દઈશ.”
તેમણે પોતાને કોંગ્રેસના સૈનિક અને રાહુલ ગાંધીના બબ્બર શેર ગણાવ્યા:પોતાની રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો

અમદાવાદ :કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હોવાની ચર્ચાને ખોટી ગણાવી છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ થોળ તળાવના પ્રશ્નને લઈને અર્જુનભાઈ મોઢવાડિયાને મળવા ગયા હતા અને આ મુલાકાત માત્ર લોકપ્રશ્નના સંદર્ભમાં હતી. બળદેવજી ઠાકોરે પડકાર ફેંકતા કહ્યું કે, “પુરાવા આપો તો જાહેર જીવન છોડી દઈશ.” તેમણે પોતાને કોંગ્રેસના સૈનિક અને રાહુલ ગાંધીના બબ્બર શેર ગણાવ્યા હતા. સાથે જ પોતાની રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ, અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરાવ્યાની વાતને જુઠ્ઠાણું ગણાવી છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
