<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

અમદાવાદમાં થલતેજથી ગોધાવી સુધી મેટ્રો રેલ પ્રોજેક્ટને ગતિ: કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને વેગ

થલતેજથી ગોધાવી સુધીના સાત કિલોમીટર મેટ્રો કોરિડોર માટે, જમીનના ઉપયોગમાં ફેરફાર અને રસ્તા પહોળા કરવાની મંજૂરી

અમદાવાદ:અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે થલતેજથી ગોધાવી તરફના સૂચિત મેટ્રો કોરિડોર માટે જમીનના ઉપયોગમાં ફેરફાર અને રસ્તા પહોળા કરવાની મહત્વપૂર્ણ મંજૂરી આપી છે. આશરે સાત કિલોમીટરના આયોજન વિસ્તારને લગતો આ નિર્ણય વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ માટે ગોધાવી ખાતે સૂચિત સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ એરેનાને મેટ્રો સાથે જોડવાના પ્રયાસનો ભાગ છે. આ અંગે ઔડાની બોર્ડ બેઠક છ નવેમ્બરે યોજાઈ હતી.

 

યોજના મુજબ મણિપુર અને ગોધાવીમાં મેટ્રો સ્ટેશનો માટે જમીન ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવશે. સ્ટેશનના બાંધકામને ધ્યાનમાં રાખીને હાલનો ૧૮ મીટર પહોળો રસ્તો ૨૪ મીટર કરવાનો નિર્ણય લેવાયો છે. મણિપુરમાં કેટલીક ખેતીવાડી ઝોનની જમીન રહેણાંક ઝોનમાં ફેરવવાની મંજૂરી અપાઈ છે. જોકે મેટ્રોનું બાંધકામ ક્યારે શરૂ થશે અને સેવા ક્યારે કાર્યરત થશે તેની તારીખ હજુ જાહેર થઈ નથી. 

(11:29 PM IST)