<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

સાબરમતી રેલવે સ્ટેશનથી મળશે મેટ્રો ટ્રેન કાલથી ઉભી રહેશે ટ્રેન :અમદાવાદ-ગાંધીનગરના મુસાફરોને ફાયદો

સાબરમતી રેલવે સ્ટેશન જવા માટે આ સ્ટેશન પર મુસાફરો ઉતરી શકશે. અમદાવાદ અને ગાંધીનગરના મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી

સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન મુસાફરો માટે 28 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. એટલે કે આવતીકાલે શનિવારથી મેટ્રો સ્ટેશન પર મેટ્રો ટ્રેન ઉભી રહેશે. સાબરમતી રેલવે સ્ટેશન જવા માટે આ સ્ટેશન પર મુસાફરો ઉતરી શકશે. અમદાવાદ અને ગાંધીનગરના મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી થશે 

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવા ચાલી રહી છે. સાબરમતી ચીમનભાઈ પટેલ બ્રિજ પાસે બુલેટ ટ્રેન અને રેલવે સ્ટેશન જનારા મુસાફરો માટે સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન બનાવવામાં આવ્યું છે. વાસણા APMCથી મોટેરા અને ગાંધીનગર તરફ અવરજવર માટેના રૂટ ઉપર તમામ સ્ટેશનો કાર્યરત થઈ ગયા હતા, પરંતુ રેલવે સ્ટેશન ખાતેનું મેટ્રો સ્ટેશન હજી નિર્માણાધિન હતું. જે સ્ટેશન હવે બનીને તૈયાર થઈ ગયું છે જેથી 28 નવેમ્બરના રોજ સાબરમતી મેટ્રો રેલવે સ્ટેશન મુસાફરો માટે શરૂ કરી દેવામાં આવશે.

 સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેનોમાં બેસવા સાબરમતી રેલવે સ્ટેશન જવા મુસાફરો અત્યાર સુધી બસ અને રિક્ષાનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે સાબરમતી મેટ્રો રેલવે સ્ટેશન શરૂ થઈ જતા મુસાફરો મેટ્રો ટ્રેનમાં ઉતરી અને સીધા સાબરમતી રેલવે સ્ટેશન તરફ જઈ શકશે.

સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશનથી APMC જવા માટે પ્રથમ ટ્રેન 6.25 વાગે મળશે જ્યારે ગાંધીનગર જવા માટે 7.15 વાગ્યે ટ્રેન મળશે. જ્યારે છેલ્લી ટ્રેન અમદાવાદ માટે રાતે 11:32 અને ગાંધીનગર ગિફ્ટ સિટી માટે 6:32 તેમજ મહાત્મા મંદિર માટે 9.10 વાગ્યે મળશે. ટ્રેનના સમય અંગેની વધુ વિગતવાર માહિતી વેબસાઇટ https://www.gujaratmetrorail.com પરથી પણ મળી રહેશે

(2:05 PM IST)