તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
દિયોદરના ભેસાણા ગામે વાછરડી સાથે અમાનવીય કૃત્ય કરનાર આધેડ અને વીડિયો ઉતારનાર શખ્સની ધરપકડ
આધેડ વ્યક્તિએ વાછરડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું:શરમજનક હરકત ત્યાં હાજર અન્ય એક વ્યક્તિએ વીડિયો ઉતારી લીધો:સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ગૌપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં એક અત્યંત શરમજનક અને વિકૃત ઘટના સામે આવી છે. દિયોદરના ભેસાણા ગામે એક આધેડ દ્વારા અબોલ પશુ (વાછરડી) સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બે લોકોની અટકાયત કરી છે.
મળતી માહિતી મુજબ, દિયોદરના ભેસાણા ગામમાં એક આધેડ વ્યક્તિએ વાછરડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ શરમજનક હરકત સમયે ત્યાં હાજર અન્ય એક વ્યક્તિએ તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ગૌપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. લોકોએ આ વિકૃત માનસિકતા ધરાવનાર શખ્સ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા દિયોદર પોલીસ એક્શનમાં આવી હતી. વાછરડી સાથે દુષ્કર્મ કરનાર આધેડની પોલીસે ધરપકડ કરી લીધી છે.તેમજ ગુનાને અટકાવવાને બદલે તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર વ્યક્તિને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અબોલ પશુ સાથે થયેલી આ ક્રૂરતાને પગલે બનાસકાંઠાના ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ પશુઓ પ્રત્યેની માનવીય સંવેદનાઓ પર પણ સવાલ ઉભા કર્યા છે
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
