તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Thursday, 23rd July 2026
પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે રાહત અને બચાવ કામગીરીનું મોનિટરિંગ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવસારીમાં રાત્રી રોકાણ કરશે,
સ્થાનિક પદાધિકારીઓ અને ધારાસભ્યો સાથે સમીક્ષા બેઠક યોજી: નવસારીના વાંસદા તાલુકામાં પણ રાહત કામગીરી અત્યંત તેજ કરી દેવાઈ .

દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે રાહત અને બચાવ કામગીરીનું મોનિટરિંગ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવસારીમાં રાત્રી રોકાણ કરશે, જ્યાં તેમણે સ્થાનિક પદાધિકારીઓ અને ધારાસભ્યો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડમાં એનડીઆરએફ (NDRF) અને એસડીઆરએફ (SDRF) ની વધુ ટુકડીઓ મોકલવામાં આવી છે, જ્યારે નવસારી અને વલસાડમાં ભારતીય સેના (મિલેટ્રી) ની ૯ ટીમો તૈનાત કરી દેવાઈ છે. વલસાડમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એરલિફ્ટિંગ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવાયું છે અને નવસારીના વાંસદા તાલુકામાં પણ રાહત કામગીરી અત્યંત તેજ કરી દેવામાં આવી છે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
