News of Monday, 3rd August 2026
ગાયબ થઈ ગયેલો ડોગ પાછો મળ્યો એટલે એને લઈને માનતા પૂરી કરવા અંબાજી પદયાત્રા કરી

પાલનપુર,તા.૩: પાલનપુર-સિદ્ધપુર હાઇવે પર આવેલી એક જૂની હોટેલના માલિકનો વફાદાર લેબ્રડોર બ્રીડનો શ્વાન ચારેક મહિના પહેલાં અચાનક ગુમ થઈ ગયો. આ ડોગને શોધવા માટે માલિકે આસમાન-જમીન એક કર્યાં, પરંતુ કંઈ ભાળ ન મળી. લોકોની પૂછપરછમાં એટલી ખબર પડી કે શ્વાન એમ જ ગાયબ નથી થયો, પરંતુ મોંઘી બ્રીડનો શ્વાન જોઈને કેટલાક અજાણ્યા લોકો એને ઉપાડી ગયા છે. વફાદાર શ્વાન પાછો મળે એવી કોઈ શક્યતા જણાતી નહોતી એટલે માલિકે માનતા માની કે જો શ્વાન પાછો મળી જશે તો આરાસુરી અંબાજી માતાની પદયાત્રા કરીને દર્શન કરશે. ચાર મહિના પછી અચાનક જ પાળેલો ડોગી હોટેલના આંગણે આવી ચડતાં માલિક ખૂબ જ હરખાઈ ગયો હતો. શ્વાન હેલ્ધી પણ હતો એટલે વધુ ખુશ થયો. જેની આશા સાવ છોડી દીધી હતી એ માનતા સાકાર થતાં માલિકે એ ડોગને લઈને ચાલતા અંબાજીની પદયાત્રા કરી હતી અને રસ્તામાં ઠેર-ઠેર માતાજીના ગરબા પણ લીધા હતા
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
