<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના લિન્ડા ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્ય અને મતદારો વચ્ચે થઈ ગરમા ગરમી

ધારાસભ્ય અભેસિંહ તડવી મત માંગવા જાય છે, ત્યારે વિનમ્ર પણે મત માંગવાની જગ્યાએ મતદારો સાથે કરી જીભાજોડી.

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના લિન્ડા ગામના ડુંગરી ફળિયામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે પહોંચેલા ધારાસભ્યને, સ્થાનિક મતદારોએ આડા હાથે લીધા હતા. ધારાસભ્ય અને મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.  આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે પડતી મુશ્કેલીઓ લઈને મતદારે રજૂઆત કરતા ધારાસભ્યને પણ મતદારોએ વેધક સવાલો કરી નાખતા ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. સમગ્ર મામલાનો વીડિયો ગ્રામજનોએ વાયરલ કર્યો છે. ધારાસભ્ય અભેસિંહ તડવી મત માંગવા જાય છે, ત્યારે વિનમ્ર પણે મત માંગવાની જગ્યાએ મતદારો સાથે જીભાજોડી કરી હતી .

(5:29 PM IST)