<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

રાજ્યમાં ચોમાસુ સક્રિય બન્યું :પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની સંભાવના : સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર

ટર્ફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે વરસાદી સિસ્ટમ મજબૂત બની :સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ

અમદાવાદ : ગુજરાતમાં સાત દિવસના વિરામ બાદ ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને હવે મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર સુધી આગળ વધી ગયું છે. હવામાન વિભાગે 1થી 7 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં અતિભારે કરતાં પણ વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ટર્ફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે વરસાદી સિસ્ટમ મજબૂત બની છે, જોકે અત્યાર સુધી રાજ્યમાં માત્ર 24.5 મીમી વરસાદ નોંધાયો છે, જે સિઝનની સરેરાશ 107.09 મીમી કરતાં ઘણો ઓછો છે.

(8:48 PM IST)