તા. ૨૮ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 2nd June 2026
બનાસકાંઠાના ઓગડના ઇન્દ્રમાણામાં વાવાઝોડામાં 200થી વધુ પોપટના મોત
જીવદયા ટીમે મૃત્યુ પામેલ પોપટોની સમાધિ આપી, તેમજ ઘાયલ પોપટોને સારવાર માટે થરા પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા

બનાસકાંઠાના ઓગડના ઇન્દ્રમાણામાં વાવાઝોડામાં 200થી વધુ પોપટના મોત થયા છે. ગત રાત્રે ઇન્દ્રમાણા ગામમાં આવેલા ભારે વાવાઝોડા અને વરસાદને કારણે પોપટોના મોત થયા છે. આ કુદરતી આફતમાં 200થી વધુ પોપટ મૃત્યુ પામ્યા છે જયારે 70થી 80 જેટલા પોપટ ઘાયલ થયા છે. જીવદયા ટીમે મૃત્યુ પામેલ પોપટોની સમાધિ આપી હતી તેમજ ઘાયલ પોપટોને સારવાર માટે થરા પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
