<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

સેવાના સાક્ષાત સ્‍વરૂપ, ત્‍યાગ, સમર્પણ અને અતૂટ શ્રદ્ધાનાં પ્રતીક વીરબાઈ માતા

વીરબાઈ માતાનું સમગ્ર જીવનચરિત્ર : જન્‍મ, પરિવાર અને બાળપણ, જલારામ બાપા સાથે લગ્નજીવન, સદાવ્રત ની સ્‍થાપના અને વીરબાઈ માતાનું યોગદાન, ભગવાન શ્રીરામની કસોટી અને વીરબાઈ માતા નો અદભુત ત્‍યાગ, ભગવાને આપેલી ભેટ : ઝોળી અને ધોકો, માતળત્‍વ અને પારિવારિક જીવન,વીરબાઈ માતાનું વ્‍યક્‍તિત્‍વ અને જીવનમૂલ્‍યો, વીરબાઈ માતાનું અવસાન, વીરપુરમાં વીરબાઈ માતાની સ્‍મળતિ અને વારસો સમાજ માટે વીરબાઈ માતાના જીવનનો સંદેશ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા)વાપીઃ આજે કારતક સુદ સાતમ પૂજ્‍ય જલારામ બાપાની જન્‍મજયંતિ...આ વેળા એ વીરબાઈ માતાને કેમ વિસરાય, આવો આપણે વીરબાઈ માતાના જીવનને જોઈએ તો ગુજરાતની પવિત્ર સંત પરંપરા માં જલારામ બાપા નું નામ અત્‍યંત આદર અને શ્રદ્ધા સાથે લેવામાં આવે છે, જલારામ બાપાના જીવન માં વીરબાઈ માતાનું સ્‍થાન પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. વીરબાઈ માતા માત્ર જલારામ બાપાનાં ધર્મપત્‍ની નહોતાં, પરંતુ અન્નદાન, અતિથિ સેવા, ત્‍યાગ, કરુણા અને પરોપકારની ભાવનાને જીવનમાં ઉતારનાર એક મહાન સેવાભાવી મહિલા હતાં.

વીરપુરની ધરતી પર જલારામ બાપા સાથે મળી ને તેમણે જે સેવાયજ્ઞ શરૂ કર્યો હતો, તે આજે પણ લાખો શ્રદ્ધાળુઓ માટે પ્રેરણારૂપ છે, તેમનું જીવન શીખવે છે કે સાચી ભક્‍તિ માત્ર પૂજા-અર્ચના માં નહીં, પરંતુ ભૂખ્‍યાને ભોજન કરાવવા અને જરૂરિયાતમંદની સેવા કરવામાં રહેલી છે.

વીરબાઈ માતાનો જન્‍મ, પરિવાર અને બાળપણ

વીરબાઈ માતા નો જન્‍મ સૌરાષ્‍ટ્રના આટકોટ ગામમાં થયો  હતો, તેમના પિતાનું નામ પ્રાગજીભાઈ ઠક્કર (સોમૈયા) હતું, તેઓ ધાર્મિક સંસ્‍કાર, સાદગી અને સેવાભાવના ગુણો ધરાવતા પરિવારમાં ઉછર્યાં હતાં, બાળપણથી જ વીરબાઈ માતામાં કરુણા, ધીરજ, સહનશીલતા અને બીજાની મદદ કરવાની ભાવના હતી,  આગળ જતાં આ જ ગુણોએ તેમને એક મહાન સેવાભાવી વ્‍યક્‍તિત્‍વ તરીકે ઓળખ અપાવી.

જલારામ બાપા સાથે લગ્નજીવન

વિક્રમ સંવત ૧૮૭૨ એટલે કે ઈ.સ. ૧૮૧૬માં વીરબાઈ માતા નાં લગ્ન વીરપુર ના જલારામ ઠક્કર સાથે થયાં હતાં, લગ્ન સમયે જલારામ બાપાની ઉંમર આશરે ૧૬ વર્ષની હતી.

જલારામ બાપાને બાળપણથી જ ભગવાન શ્રીરામ પ્રત્‍યે અતૂટ શ્રદ્ધા હતી, તેઓ સાધુ-સંતોની સેવા અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં વિશેષ રસ ધરાવતા હતા, જલારામ બાપા ના આધ્‍યાત્‍મિક જીવન અને સેવાકાર્ય માં વીરબાઈ માતાએ પણ પોતાનું જીવન સમર્પિત કર્યું ,  તેમણે પતિના સેવા માર્ગ ને માત્ર સ્‍વીકાર્યો જ નહીં, પરંતુ દરેક કાર્યમાં ખભેખભો મિલાવીને સાથ આપ્‍યો, આ દંપતીનું જીવન ગળહસ્‍થાશ્રમ માં રહીને માનવસેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ બન્‍યું.

સદાવ્રતની સ્‍થાપના અને વીરબાઈ માતાનું યોગદાન

ઈ.સ. ૧૮૨૦ માં જલારામ બાપા એ વીરપુર માં સદાવ્રત એટલે કે અન્નક્ષેત્ર ની શરૂઆત કરી હતી. આ સ્‍થળે ભૂખ્‍યા, ગરીબ, સાધુ-સંતો, યાત્રાળુઓ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્‍યે ભોજન આપવામાં આવતું હતું.

આ સેવાકાર્ય માં વીરબાઈ માતાની ભૂમિકા અત્‍યંત મહત્ત્વપૂર્ણ હતી. કહેવાય છે કે આર્થિક મુશ્‍કેલીઓ હોવા છતાં વીરબાઈ માતાએ કયારેય સેવાના માર્ગમાંથી પીછેહઠ કરી નહોતી.

એક પ્રસંગ અનુસાર, સદાવ્રત માટે અનાજની જરૂરિયાત ઊભી થતાં તેમણે પોતાનાં લગ્ન સમયે મળેલા સોનાનાં ઘરેણાં પણ અર્પણ કરવાની તૈયારી દર્શાવી હતી. તેમના માટે ઘરેણાં કરતાં ભૂખ્‍યાને ભોજન કરાવવું વધારે મહત્ત્વનું હતું , આ રીતે વીરબાઈ માતા સદાવ્રતના માત્ર સહયોગી નહોતાં, પરંતુ આ સેવાયજ્ઞ નાં મુખ્‍ય આધારસ્‍તંભ હતાં.

ભગવાન શ્રીરામની કસોટી અને વીરબાઈ માતાનો અદભુત ત્‍યાગ

જલારામ બાપા ના જીવન ચરિત્રોમાં વર્ણવાયેલી લોકપ્રચલિત કથા અનુસાર, એક દિવસ એક વળદ્ધ સાધુના સ્‍વરૂપમાં ભગવાન શ્રીરામ જલારામ બાપાના ઘરે પધાર્યા.

જલારામ બાપાએ તેમનું ભાવપૂર્વક સ્‍વાગત કર્યું અને ભોજન કરાવ્‍યું, ત્‍યારબાદ વળદ્ધ સાધુ એ પોતાની વળદ્ધાવસ્‍થાને કારણે યાત્રા કરવામાં મુશ્‍કેલી પડતી હોવાનું જણાવી પોતાની સેવા માટે કોઈ સાથીની જરૂર હોવાનું કહ્યું, સાધુની વાત સાંભળીને જલારામ બાપાએ પોતાની ધર્મપત્‍ની વીરબાઈ માતાને તેમની સેવા માટે સાથે જવા કહ્યું, વીરબાઈ માતાએ પણ પતિની આજ્ઞા અને સાધુ સેવા ના ધર્મને સ્‍વીકારી કોઈ પણ જાતના સંકોચ વિના સાધુ સાથે જવાની તૈયારી દર્શાવી,

આ પ્રસંગ વીરબાઈ માતાના અદભુત સમર્પણ અને ત્‍યાગનું પ્રતીક માનવામાં આવે છે.

ભગવાને આપેલી ભેટ : ઝોળી અને ધોકો

પરંપરાગત કથા અનુસાર, રસ્‍તામાં એક નદીના કિનારે પહોંચ્‍યા બાદ વળદ્ધ સાધુએ વીરબાઈ માતાને એક ઝોળી અને ધોકો આપ્‍યો અને ત્‍યારબાદ અંતર્ધાન થઈ ગયા, તે જ સમયે જલારામ બાપાને દિવ્‍ય સંદેશ મળ્‍યો કે તેમની શ્રદ્ધા, નિષ્ઠા અને ત્‍યાગની કસોટી પૂર્ણ થઈ છે, વળદ્ધ સાધુ ના સ્‍વરૂપ માં સ્‍વયં ભગવાન શ્રી રામ પધાર્યા હતા.

આ ઝોળી અને ધોકો જલારામ બાપાની અમૂલ્‍ય ધરોહર તરીકે ઓળખાય છે. વીરપુરમાં તેમની સાથે જોડાયેલી આ પવિત્ર વસ્‍તુઓ આજે પણ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્‍થાનું સ્‍થાન ધરાવે છે, માન્‍યતા ધાર્મિક પરંપરા અને ભક્‍તોની શ્રદ્ધા સાથે જોડાયેલી છે.

માતળત્‍વ અને પારિવારિક જીવન

વીરબાઈ માતા અને જલારામ બાપાને એક પુત્રી હતી, જેમનું નામ જમનાબાઈ હતું, જલારામ બાપાનું જીવન મુખ્‍યત્‍વે રામ ભક્‍તિ, સંત સેવા અને અન્નદાનને સમર્પિત હતું. વીરબાઈ માતાએ પરિવારની જવાબદારીઓ સાથે આ સેવાકાર્યને પણ સમાન મહત્ત્વ આપ્‍યું હતું.

તેમના જીવનમાં સંસાર અને સેવા વચ્‍ચે સુંદર સંતુલન જોવા મળે છે,  તેમણે સાબિત કર્યું કે ગળહસ્‍થ જીવનમાં રહીને પણ ત્‍યાગ, ભક્‍તિ અને પરોપકારના ઉચ્‍ચ આદર્શો જીવી શકાય છે.

વીરબાઈ માતાનું વ્‍યક્‍તિત્‍વ અને જીવનમૂલ્‍યો

વીરબાઈ માતાનું સમગ્ર જીવન ત્‍યાગ, સેવા, સમર્પણ, સમાનતા અને અતૂટ શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ છે, તેમણે પોતાના સુખ અને સંપત્તિ કરતાં હંમેશાં બીજાની જરૂરિયાતોને વધુ મહત્ત્વ આપ્‍યું હતું,  ભૂખ્‍યા અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું, દુઃખી અને નિરાધાર લોકોની સેવા કરવી એ તેમના જીવનનો મુખ્‍ય ઉદ્દેશ હતો,  જલારામ બાપા ના સેવાકાર્ય માં તેમણે હંમેશાં નિષ્ઠાપૂર્વક સહયોગ આપ્‍યો અને દરેક આવનાર વ્‍યક્‍તિ ને કોઈ પણ જાતના ભેદભાવ વિના પ્રેમ અને આદરપૂર્વક આવકાર્યા. ભગવાન પ્રત્‍યેની અડગ શ્રદ્ધા, મુશ્‍કેલ પરિસ્‍થિતિમાં પણ ધીરજ અને પરોપકારની ભાવના તેમના વ્‍યક્‍તિત્‍વનાં વિશિષ્ટ ગુણો હતાં. વીરબાઈ માતાનું જીવન આપણને શીખવે છે કે સાચી મહાનતા સંપત્તિ કે સત્તામાં નહીં, પરંતુ નિઃસ્‍વાર્થ સેવા, ત્‍યાગ, કરુણા અને માનવતા માં રહેલી છે. તેમનું જીવન આજે પણ સમાજ માટે પ્રેરણાનો અખૂટસ્ત્રોત છે.

વીરબાઈ માતાનું અવસાન

વીરબાઈ માતાના અવસાન અંગે જલારામ પરંપરાના જીવનચરિત્રમાં વિક્રમ સંવત ૧૯૩૫ના કારતક વદ નોમનો ઉલ્લેખ મળે છે, અંગ્રેજી તારીખ પ્રમાણે આ દિવસ ૧૮ નવેમ્‍બર, ૧૮૭૮ દર્શાવવામાં આવ્‍યો છે.

તેમણે પોતાના જીવનનો મોટો ભાગ જલારામ બાપા સાથે માનવસેવા, અન્નદાન અને ભગવાન શ્રીરામની ભક્‍તિમાં વિતાવ્‍યો હતો.

તેમના અવસાન બાદ પણ જલારામ બાપાના સેવાકાર્ય ની પરંપરા અટકી નહીં,  વીરપુરમાં સદાવ્રત ની પરંપરા આજે પણ ચાલુ છે.

વીરપુરમાં વીરબાઈ માતાની સ્‍મળતિ અને વારસો

સૌરાષ્‍ટ્રના રાજકોટ જિલ્લાના વીરપુરમાં આવેલું જલારામ બાપાનું પવિત્ર સ્‍થાન આજે દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્‍થાનું કેન્‍દ્ર છે , અહીં જલારામ બાપાની સાથે વીરબાઈ માતાની સેવાભાવના ને પણ યાદ કરવામાં આવે છે, વીરપુરની સદાવ્રત પરંપરાએ વાતનું જીવંત ઉદાહરણ છે કે નિઃસ્‍વાર્થ સેવા કયારેય સમાપ્ત થતી નથી, સમય બદલાય છે, પેઢીઓ બદલાય છે, પરંતુ સેવાનો સંદેશ હંમેશાં જીવંત રહે છે.

સમાજ માટે વીરબાઈ માતાના જીવનનો સંદેશ

આજના સમયમાં જ્‍યારે વ્‍યક્‍તિ પોતાના સુખ, સંપત્તિ અને સ્‍વાર્થને વધારે મહત્ત્વ આપે છે, ત્‍યારે વીરબાઈ માતાનું જીવન આપણને બીજાના દુઃખમાં સહભાગી થવાની પ્રેરણા આપે છે. તેમણે જલારામ બાપાના સેવાકાર્યમાં જે રીતે સહયોગ આપ્‍યો તે ભારતીય નારીશક્‍તિ, ધીરજ, ત્‍યાગ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.

વીરબાઈ માતા આપણને શીખવે છે કે કોઈ ભૂખ્‍યું ન રહે, કોઈ દુઃખી વ્‍યક્‍તિ નિરાધાર ન રહે અને આપણી પાસે જે કંઈ છે તેમાંથી થોડુંક જરૂરિયાતમંદ માટે પણ વાપરવું જોઈએ.

એક વાકય માં કહીએ તો, વીરબાઈ માતા નું નામ માત્ર જલારામ બાપાનાં ધર્મપત્‍ની તરીકે જ નહીં, પરંતુ માનવસેવાના ઇતિહાસમાં એક મહાન સેવાભાવી માતા તરીકે સદાય યાદ રહેશે.

જલારામ બાપાની ભક્‍તિ અને વીરબાઈ માતાનો ત્‍યાગ ラ આ બંનેનું સંયોજન વીરપુરના સદાવ્રત ને માત્ર અન્નક્ષેત્ર નહીં, પરંતુ માનવતાનું તીર્થસ્‍થાન બનાવે છે. સેવા એ જ સાચી ભક્‍તિ, પરોપકાર એ જ સાચો ધર્મ.

જય જલારામ બાપા જય વીરબાઈ માતા.

(11:39 AM IST)