તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Monday, 13th July 2026
સાગબારામાં જમીન વિવાદ મામલે સાંસદ મનસુખભાઈ વસાવાએ ગાંધીનગરમાં વનમંત્રીને રૂબરૂ રજૂઆત કરી
મંત્રીએ ખેડૂતો પાસેથી વન સમિતિના પુરાવા માંગ્યા અને આ મુદ્દે સરકાર તરફથી સકારાત્મક પ્રતિસાદ મળતા વિવાદના ઉકેલની આશા જાગી

નર્મદા જિલ્લાના સાગબારામાં જમીન વિવાદ મામલે સાંસદ મનસુખભાઈ વસાવાએ ગાંધીનગર ખાતે વન મંત્રીને રૂબરૂ રજૂઆત કરી છે. વન વિભાગ દ્વારા આદિવાસી ખેડૂતોને ખેડાણ કરતા અટકાવવા સામે વિરોધ નોંધાવતા સાંસદે જણાવ્યું હતું કે, આ ખેડૂતો વર્ષોથી અહીં ખેતી કરી રહ્યા છે. વન વિભાગે જંગલની જમીન હોવાનો દાવો કરી કાર્યવાહી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મંત્રીએ ખેડૂતો પાસેથી વન સમિતિના પુરાવા માંગ્યા છે અને આ મુદ્દે સરકાર તરફથી સકારાત્મક પ્રતિસાદ મળતા વિવાદના ઉકેલની આશા જાગી છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
