તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Saturday, 15th August 2026
સાગબારામાં જંગલ જમીનના મુદ્દે ખેડૂતોના સમર્થનમાં સાંસદ મનસુખભાઈ વસાવા ફરી ધરણા પર બેઠા
ખેડૂતોની મુલાકાત લઈ તેમની રજૂઆતો સાંભળી અને વનકર્મીઓ દ્વારા ખેડાણમાં અવરોધ કરવામાં આવતો હોવાના આક્ષેપો કર્યા.

નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ જમીનના મુદ્દે ખેડૂતોના સમર્થનમાં સાંસદ મનસુખભાઈ વસાવા ફરી ધરણા પર બેઠા છે. તેમણે ખેડૂતોની મુલાકાત લઈ તેમની રજૂઆતો સાંભળી અને વનકર્મીઓ દ્વારા ખેડાણમાં અવરોધ કરવામાં આવતો હોવાના આક્ષેપો કર્યા હતા . મનસુખભાઈ વસાવાએ કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, “મારા રાજીનામાથી સાગબારાનો જંગલ જમીન મુદ્દો ઉકેલાતો હોય તો હું રાજીનામું આપી દઈશ.” તેમણે કોંગ્રેસ પર રાજકીય રોટલા શેકવાનો આક્ષેપ પણ કર્યો. સાંસદે જણાવ્યું કે, પોતાની જ સરકાર હોવા છતાં તેઓ આદિવાસીઓના હક માટે સરકાર સામે લડી રહ્યા છે અને અગાઉ પણ આ મુદ્દે ધરણા કરી ચૂક્યા છે. બીજી તરફ ભાજપ આગેવાન લીલા વસાવાએ ઉમરપાડાના કેટલાક આગેવાનોને જવાબ આપ્યો હતો. સાગબારા-ઉમરપાડા વચ્ચે જંગલ જમીનનો વિવાદ વધુ ઉગ્ર બનતા ખેડૂતોમાં ન્યાયની માંગ તેજ બની છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
