તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Sunday, 24th May 2026
સાંસદે ગૃહમંત્રીને પત્ર લખવાની વાતે રાજપીપળામા દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસનું આશ્ચર્યજનક ચેકીંગ
જિલ્લામાં ફક્ત દેશી દારૂ જ નથી વેચાતો અંગ્રેજી દારૂ પણ વેચાણ થતો હોય કડક ચેકીંગ જરૂરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:સાંસદ મનસુખભાઈ વસાવાએ ગૃહમંત્રી ને દારૂ મુદ્દે પત્ર લખ્યા બાદ સોશિયલ મીડિયામાં આ બાબતે ન્યૂઝ ફરતા થયા અને પોલીસ એક્શનમાં આવી હોય એમ રાજપીપળા અને આસપાસના ગામોમાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરી હતી.
મળતી માહિતિ મુજબ ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ ગૃહ મંત્રીને પત્ર લખી જણાવ્યું કે.નર્મદા જિલ્લામાંથી અનેક ગાડીઓ ભરીને દારૂ કરજણ, આમલેથા, ઉમલ્લા સહિત અનેક જગ્યાએ જાય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં નકલી દારૂ આ વિસ્તારમાં વેચાય છે. મનસુખભાઈ વસાવાનું કહેવું છે કે કેટલાક રાજકીય નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓ સાથે મળીને આ પ્રકારની આખી પ્રવૃત્તિ ચલાવે છે. આ પત્ર મુજબ ના સમાચાર ફરતા થતાં પોલીસ એક્શન માં આવી અને રાજપીપળા સહિત આસપાસ ના વિસ્તાર માં દેશી દારૂ ના અડ્ડા પર ચેકીંગ કર્યું હોવાનું જાણવા મળે છે, સાંસદે પત્ર મા સ્પષ્ટ લખ્યું છે કે નર્મદા જિલ્લામાંથી અનેક ગાડીઓ ભરીને દારૂ કરજણ, આમલેથા, ઉમલ્લા સહિત અનેક જગ્યાએ જાય છે તેનો મતલબ અંગ્રેજી દારૂ ની ગાડીઓ હોય ત્યારે દેશી દારૂ ના અડ્ડાઓ પર ચેકીંગ કરાયું તો અંગ્રેજી દારૂ કોણ વેચે છે એ બાબત થી પોલીસ અજાણ છે..?!! કેમ અંગ્રેજી દારૂ બાબતે રેડ ન કરી.? અને જો રેડ કરી હોય તો ક્યાંય થી કોઇજ દારૂનો મુદામાલ મળી નથી આવ્યો કેમ કે આ બાબતે કોઇજ ગુનો દાખલ થયો નથી. માટે લોકોમાં એવી ચર્ચા એ જોર પકડ્યું છે કે પોલીસે નાટ્યાત્મક રેડ કરી માટે કોઈ કેસ થયો નથી ત્યારે જો લોક ચર્ચા મુજબ આ બાબત સાચી હોય તો પોલીસે તટસ્થ અને કડક કાર્યવાહી કરવી જોઈએ.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
