News of Wednesday, 24th June 2026
મોહરમ તહેવારઃ રાજ્યના ૯૧૯ સ્થળો પર બાજનજર રાખજોઃ જી.એસ.મલ્લિક
વિવિધ ધાર્મિક તહેવારોએ છેલ્લા ૫ વર્ષ દરમિયાન બનેલ ઘટનાઓના રિસ્ક એસેસમેના ib રિપોટ અંતર્ગત મહત્વનો નિર્ણય હાઈ લેવલની બેઠકમાં લેવાયો : લો એન્ડ ઓર્ડર હેડ રાજકુમાર પાંડિયન અને ઇન્ટિલિજન્સ વડા અશોક કુમાર યાદવ દ્વારા પણ ભૂતકાળના અનુભવ આધારે મહત્વના સૂચનો થયા

રાજકોટઃતા.ર૪, મોહરમ તહેવારો અંતર્ગત ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જડબેસલાક રીતે જળવાઈ રહે અને સાથે સાથે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્યભરના પોલિસ કમિશ્નરો, રેન્જ વડાઓં, જિલ્લા પોલિસ વડાઓ સાથે ગુજરાતના મુખ્ય પોલિસ વડા જી. એસ. મલ્લિક દ્વારા રાખવમાં આવેલ.
રાજ્યના પોલીસ વડાએ તમામ શહેર,જિલ્લા,રેન્જ અને યુનિટના વડાઓને મહોરમના જુલૂસ, તાજીયાના રૂટ્સ પર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે કડક બંદોબસ્ત સ્કીમ તૈયાર કરવા સૂચના આપી હતી.કોમી એકતા અને શાંતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ, મોહલ્લા સમિતિઓ, ધાર્મિક અગ્રણીઓ અને સમુદાયના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત બેઠકો યોજવા તાકીદ કરી હતી.
તહેવાર દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી સંખ્યામાં SRPF કંપનીઓ અને પ્લાટૂનની ફાળવણી કરવામાં આવી છે.બંદોબસ્તમાં તૈનાત તમામ પોલીસ કર્મચારીઓને ફરજ પર મોકલતા પૂર્વે તેમની જવાબદારીઓ, વિસ્તારની સંવેદનશીલતા અને ઇમરજન્સી પ્રોટોકોલ અંગે યોગ્ય બ્રીફિંગ આપવા આદેશ આપ્યા છે.સમગ્ર રાજ્યમાં તાજીયા જુલૂસ સંદર્ભે આઇડેન્ટિફાઇડ ૯૧૯ જેટલા સંવેદનશીલ સ્થળો પર ટેકનોલોજીની મદદથી એક્સ્ટ્રા એલર્ટ રહેવા જણાવાયું છે.આ ઉપરાંત, છેલ્લા પાંચ વર્ષમાં મહોરમ દરમિયાન જે વિસ્તારોમાં નાની-મોટી ઘટનાઓ નોંધાઈ છે ત્યાં રિસ્ક એસેસમેન્ટ કરવા તાકીદ કરાઈ છે.જાહેર જનતામાં સુરક્ષાનો અહેસાસ વધારવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં ૮ થી ૧૦ પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી સઘન ફૂટ પેટ્રોલીંગ કરવાના આદેશ અપાયા છે.
ભીડ નિયંત્રણ અને પ્રિવેન્ટિવ પોલીસિંગ માટે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવા તેમજ મોટા જનમેદની વાળા સ્થળો પર ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં ઉપરાંત પોલીસ કર્મચારીઓને ફરજ દરમિયાન ‘બોડી-વોર્ન કેમેરા' પહેરવા જણાવાયું છે.આ ઉપરાંત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કોમી સૌહાર્દ બગાડે તેવા પોસ્ટ્સ, અફવાઓ,ખોટી માહિતી ફેલાવતા તત્વો સામે કાયદેસરનીકાર્યવાહી કરવા પણ આદેશ આપવામાં આવેલ છે.
રાજ્યભરમાં તાજિયા જુલૂસને ધ્યાનમાં રાખીને ઓળખાયેલા ૯૧૯ જેટલા સંવેદનશીલ સ્થળો પર વધારાની વિજિલન્સ, ફૂટ પેટ્રોલિંગ અને સતત મોનિટરિંગ રાખવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જ્યાં નાની-મોટી કોમી તંગદિલીની ઘટનાઓ નોંધાઈ હતી તે વિસ્તારોનું રિસ્ક એસેસમેન્ટ કરી વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.Ib દ્વારા ભૂતકાળની ઘટનાના રિપોર્ટ સંદર્ભ આ નિર્ણય કરાયો છે. આ વર્ચ્યુલ બેઠકને મુખ્ય પોલિસ વડા સાથે લો એન્ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન અને, ib વડા અશોક કુમાર યાદવ દ્વારા જરૂરી સૂચન કરેલ.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
