<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

વડોદરામાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાના પ્રસ્તાવને મનપાની સામાન્ય સભામાં મંજૂરી

યુસુફ પઠાણને 978 ચોરસ મીટરનો પ્લોટ ફાળવવા અંગેનો પ્રસ્તાવને લઈને કોંગ્રેસના 6 નગરસેવકોના ઉગ્ર વિરોધ છતાં ઠરાવ પસાર

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણને જમીનનો પ્લોટ ફાળવવાના લાંબા સમયથી ચર્ચાસ્પદ રહેલા મુદ્દે અંતે મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. સામાન્ય સભાની બેઠકમાં યુસુફ પઠાણને 978 ચોરસ મીટરનો પ્લોટ ફાળવવા અંગેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, સભામાં કોંગ્રેસના 6 નગરસેવકોના ઉગ્ર વિરોધ છતાં શાસક પક્ષ ભાજપના 56 નગરસેવકોની બહુમતી અને સર્વાનુમતે આ ઠરાવ પસાર કરી દેવામાં આવ્યો હતો, જેના પગલે હવે યુસુફ પઠાણને સત્તાવાર રીતે આ પ્લોટ ફાળવવાનો માર્ગ મોકળો બન્યો છે.

(11:15 PM IST)