News of Tuesday, 28th April 2026
પાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે હવે રાજપીપળા નગરપાલિકામાં રેગ્યુલર મુખ્ય અધિકારી મૂકવા માંગ
હાલમાં ઇન્ચાર્જ મુખ્ય અધિકારી હોય અઠવાડિયામાં અમુક દિવસ જ આવતા હોય માટે રેગ્યુલર અધિકારી મૂકવા જરૂરી

( ભરત શાહ દ્વારા )નર્મદા : હાલમાં રાજપીપળા સહિત જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ અને પરિણામ પણ આવી ગયા છે ત્યારે રાજપીપળા નગરપાલિકામાં રેગ્યુલર મુખ્ય અધિકારી મુકાઈ તેવી લોકો આશા સેવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજરોજ તેના પરિણામો પણ આવી ગયા હોય હવે રાજપીપળા નગરપાલિકામાં ઇન્ચાર્જના બદલે રેગ્યુલર મુખ્ય અધિકારી મુકાઈ તેવી માંગ ઉઠી છે. હાલમાં ડભોઇના મુખ્ય અધિકારીને રાજપીપળા પાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે પરંતુ બે પાલિકા સંભાળવાની હોય માટે તેઓ અઠવાડિયામાં અમુક દિવસ જ રાજપીપળા પાલિકામાં આવે છે બાકીના. દિવસોમાં ડભોઇ પાલિકા સંભાળતા હોવાથી રાજપીપળાના લોકોના કામ માં વિલંબ થાય તેમ હોય માટે લાંબા સમયથી રાજપીપળા પાલિકા માં મુખ્ય અધિકારીની રેગ્યુલર પોસ્ટ ખાલી હોવથી હવે અહીંયા રેગ્યુલર અધિકારી મૂકવા જરૂરી જણાય છે માટે આ જગ્યા પર રેગ્યુલર મુખ્ય અધિકારી મુકાઈ તેવી લોકમાંગ છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
