News of Saturday, 23rd May 2026
સુરતમાં ઉધનામાં ભાજપના યુવા નેતાની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ જલગાંવથી મુખ્ય આરોપી મિલિદ કોળીની ધરપકડ
આરોપીને પકડવા માટે પોલીસે બે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી:કિસન પરમાર અને પંકજ પાટીલ નામના અન્ય બે આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર

સુરતમાં ઉધના વિસ્તારમાં ભાજપના યુવા નેતાની થયેલી હત્યાના મામલાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ઉધના પોલીસે મહારાષ્ટ્રના જલગાવમાંથી મુખ્ય આરોપી મિલિદ કોળીની ધરપકડ કરી છે, જ્યારે તેને ઝડપી પાડવામાં ઉધના પોલીસ અને LCBની સંયુક્ત ટીમે કામગીરી કરી હતી. આરોપીને પકડવા માટે પોલીસે બે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ કિસન પરમાર અને પંકજ પાટીલ નામના અન્ય બે આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની તપાસ આગળ વધી રહી છે અને વધુ ખુલાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
