News of Thursday, 26th November 2026
પીએમ આવાસ યોજનાના નામે કૌભાંડીઓએ મકાન પેટે રૂ. 9.60 લાખ પડાવ્યા: ભાજપ હોદ્દેદારના પુત્રએ રજિસ્ટ્રાર તરીકે સહી કર્યાના ખુલાસાથી ભારે હાહાકાર
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરના ઘરના સપનાનો સોદો કરી નકલી દસ્તાવેજો અને બોગસ સહીઓના સહારે લાખો રૂપિયા ખંખેરી લેવાતા ખળભળાટ: રાજકીય કનેક્શન અને રજિસ્ટ્રાર તરીકેની સહીનો મુદ્દો બહાર આવતા વિપક્ષ અને સામાન્ય જનતામાં ભારે આક્રોશ:પોલીસ તપાસ અને કાર્યવાહી તેજ, ચારેકોર ચર્ચા અને ચકચાર

વડોદરા :પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ) હેઠળ મકાન અપાવવાની લાલચ આપીને આચરવામાં આવેલા વધુ એક અત્યંત સનસનાટીભર્યા અને ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પીએમ આવાસના કૌભાંડીઓએ મકાન પેટે રૂ. 9.60 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે, અને આ સમગ્ર પ્રકરણમાં ભાજપ હોદ્દેદારના પુત્રએ રજિસ્ટ્રાર તરીકે સહી કરી હોવાની વિગતો બહાર આવતા રાજકીય અને વહીવટી આલમમાં ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે!
વાસણારોડના ઇસ્કોન મંદિર પાસે આવાસમાં રહેતા મહેન્દ્રભાઇ ભૈરવાએ પોલીસને કહ્યું છે કે,પીએમ આવાસ યોજનાની સુભાનપુરા ટીપી-૧માં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે સમતા સુરેશ ભજીયા પાસે આવેલી સંદીપ એસ્ટેટ એજન્સીમાં મને બોલાવી આરોપીઓએ મીટિંગ કરી હતી.
કોર્પોરેશનના અધિકારી અને કર્મચારી તરીકે ઓળખ આપનાર ટોળકીએ ઓગષ્ટ-૨૦૨૪માં મારી પાસે ટુકડે ટુકડે રૃ.૯.૬૦ લાખ પડાવ્યા હતા.મને વેચાણ દસ્તાવેજ પણ કરી આપવામાં આવ્યો હતો.મારી પત્નીનાન નામની અકોટાના સબ રજિસ્ટ્રાર કચેરીની પહોંચ આપવામાં આવી હતી,જેમાં સબ રજિસ્ટ્રાર તરીકે કશ્યપ જોષીની સહી હતી. પરંતુ હજી સુધી મને મકાન કે રૃપિયા મળ્યા નથી.
ઉપરોક્ત ફરિયાદને આધારે ગોરવા પોલીસે જીલ અશોક બારોટ(શ્રીજી સમૃધ્ધ પાસે, સેવાસી કેનાલ રોડ),રોહન લક્ષ્મણસિંહ સોલંકી(શ્યામલ એવન્ટ,પ્રિયા સિનેમા પાસે, સેવાસી-કેનાલ રોડ),રણવીરસિંહ પ્રવીણસિંહ સિંધા(ચંદ્રનગર સોસાયટી, સુભાનપુરા) અને કશ્યપ રાકેશ ભાઇ જોષી (પ્રથમ રેસિડેન્સી, પરિવાર ચારરસ્તા પાસે, વાઘોડિયારોડ) સામે ગુનો નોંધ્યો છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
