<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

છેલ્લા પાંચ દિવસથી અમરેલી જિલ્લાના લીલીયા ગીર અને આસપાસના વિસ્તારોમાં દીપડાના ત્રાસથી સ્થાનિકો ભયભીત હતા. આ દીપડાએ બે વ્યક્તિઓ પર હુમલો કરીને તેમને ઇજા પહોંચાડી હતી, જેના કારણે લોકોમાં ભારે દહેશત વ્યાપી હતી. જોકે, આજે લીલીયા નજીક આવેલા માતૃકૃપા ફાર્મહાઉસમાંથી આ આદમખોર દીપડો આખરે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરે પુરાઈ ગયો હતો, જેનાથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે. ડેડકડી રેન્જ સ્ટાફના શ્રી જે.એન. વાળા (રેન્જ ફોરેસ્ટ ઓફિસર), એ.જી. મકવાણા, એસ.બી. ખુમાણ, ડી.એચ. ચિકાણી, દિલાભાઈ મોરી (ટ્રેકર), ભરતભાઈ (ટ્રેકર) અને રણજીતભાઈ (ટ્રેકર) ની ટીમે આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી. (સંદીપ બગથરીયા, અકિલા)10:12 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના કુરન ગામમાં શાળા પ્રવેશોત્સવ પૂર્વે રાત્રિ રોકાણ કરીને ગ્રામસભા યોજી : શાળા પ્રવેશોત્સવમાં બાળકોના શાળા નામાંકન માટે છેવાડાના અને સરહદી વિસ્તારના ગામોમાં રાત્રિ રોકાણનો અભિગમ અપનાવતા ભૂપેન્દ્રભાઈ પટેલ : કચ્છને ૧૦૮ કરોડના વિકાસ કામોની ભેટ : અગાઉના શાળા પ્રવેશોત્સવમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથેની આંતરરાજ્ય સરહદના ગામોમાં રોકાણ કર્યું હતું. :બાળકોના શાળા પ્રવેશોત્સવ પહેલા ગ્રામજનો સાથે સામૂહિક સંવાદની મુખ્યમંત્રીશ્રીની આગવી સંવેદનશીલતા : કુરનમાં આંગણવાડીથી ધોરણ ૯ સુધીના ૧૦૪ બાળકોના શાળા નામાંકન સાથે સમગ્ર કચ્છમાં ૧.૩૪ લાખથી વધુ બાળકોનું શાળા પ્રવેશોત્સવ દરમિયાન નામાંકન : કચ્છમાં શાળા પ્રવેશોત્સવ બન્યો વિકાસોત્સવ2:39 PM IST

ગુજરાતની ધરતી ઉપરથી ઉદ્દભવેલો સહકારિતાનો વિચાર આજે વૈશ્વિક બન્યો છે :ઈન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા) ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો ૪૪મો દીક્ષાંત સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો : મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક તથા ૩૨૯ જેટલા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત : ડૉ. વર્ગીસ કુરિયન, ત્રિભુવનદાસ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલના ગ્રામીણ ઉત્થાનના વિચારો ભારતની સમરસતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે : સેક્સ-સોર્ટેડ સીમેન ટેક્નોલોજીના કારણે ડેરી ક્ષેત્રનો વિકાસ થશે જે ખેડૂતો - પશુપાલકોની આર્થિક સમૃદ્ધિમાં વધારો કરશે: જ્ઞાનનો ઉપયોગ ‘સ્વ’ ના વિકાસની સાથે સમાજ અને માનવ જાતના કલ્યાણ માટે કરીએ : રાજયપાલ3:01 PM IST