News of Friday, 8th May 2026
નર્મદા જિલ્લાનું ધોરણ-10નું પરિણામ રાજ્યમાં પ્રથમ સ્થાને આવતા જિલ્લા શિક્ષણાધિકારીનું કરાયું સન્માન
ડો.કિરણ પટેલ જિલ્લામાં આવ્યા બાદ તેમના માઇક્રો પ્લાનિંગથી આ સફળતા મળી : મહેશ પટેલ શિક્ષણવિદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ-2026માંલેવાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યનું કુલ પરિણામ 83.86 ટકાની સામે નર્મદા જિલ્લાનું કુલ પરિણામ 90.85 ટકા નોંધાયું છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 7029 વિદ્યાર્થીઓમાંથી 6883 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 6253 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે 630 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે. 41 શાળાઓ જિલ્લામાં 100 ટકા પરિણામ લાવી છે ત્યારે જિલ્લાના શિક્ષકો વાલીઓ અને સ્કૂલ સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી ડો.કિરણબેન પટેલ ને પુષ્પગુચ્છ આપી હાર પહેરાવી સન્માનિત કર્યા અને શુભેરછાઓ આપી હતી. જિલ્લામાં શિક્ષણ જગતમાં ખુશી ની લહેર પ્રસરી હતી જ્યારે સાંસદ મનસુખ વસાવા પણ પ્રત્યેક જાહેર કાર્યક્રમમાં શિક્ષણ ની વાત કરતા જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાની વાત કરતા જે આજે સફળ બની છે.
આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી ડો.નીપાબેન પટેલે પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેડિયાપાડા આવ્યા હતા ત્યારે વિધાર્થીઓ સાથે વાત કરી જે સૌથી મોટું બાળકો માટે.મોટીવેશન સાબિત થયું સાથે બોર્ડની પરીક્ષા પર ખાસ ધ્યાન આપ્યું 100 ટકા પરિણામ લાવનારી સ્કૂલો ને પ્રોત્સાહન આપ્યું આવા અનેક પ્રોગ્રામો થી શાળા શિક્ષકો ના સહયોગ થી આજે સફળતા મળી જે અમારી આખી ટીમ ની સફળતા છે.એમ કહ્યું.
જ્યારે શિક્ષણ તજજ્ઞ એવા માંગરોળ ના મહેશ પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાનું પરિણામ પહેલા નબળું હતું પરંતુ જિલ્લા શિક્ષણાધિકારી કિરણબેન પટેલ ના આવ્યા બાદ તેમના માર્ગદર્શનમાં તમામ સ્કૂલો એ પરીક્ષાલક્ષી કામગીરી કરી અને નબળા વિધાર્થીઓ પર વિશેષ ધ્યાન રાખી તેમને સતત પરીક્ષાલક્ષી તૈયારીઓ કરાવી, આ સાથે જે ઘટ જિલ્લામાં શિક્ષકોની હતી તે પણ પૂરાઈ એટલે શિક્ષણકાર્ય ખૂબ સારું બન્યું હતું. અને સ્કૂલો માં શિક્ષકોએ પણ સારી મહેનત કરી હતી. જેનુ આ પરિણામ છે.પણ.મુખ્ય શ્રેય જિલ્લા શિક્ષણાધિકારી મેડમ નો ગણાય.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
