News of Sunday, 24th May 2026
કોલવાણ ગામની સીમમાં ઘરના આંગણામાં મૂકેલ કોથળામાંથી નર્મદા SOG ટીમે 48 હજારનો ગાંજો ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ ગામથી નર્મદા SOG એ ગાંજા સાથે એકને ઝડપી ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતિ અનુસાર એ.એસ.આઇ.રવિન્દ્રભાઇ ઇશ્વરભાઇ બ.નં.૭૩૬ એસ.ઓ.જી.નર્મદા નાઓએ લખાવેલી ફરિયાદ મુજબ જેહરિયાભાઇ સીડીયાભાઇ વસાવા (રહે.કોલવાણ તા.સાગબારા જી. નર્મદા) નાઓએ પોતાના કબજા ભોગવટાના ઘરના આંગણમાં એક મીણીયા કોથળામાં વનસ્પતિ જન્ય લીલાસ પડતો બીજ પાંદળાવાળો સુકો ગાંજો ૦.૯૬૩ ગ્રામ કૂલ કી.રૂ.૪૮,૧૫૦/-તથા એક સાદા કીપેડ વાળો નેવી બ્લુ રંગનો આઇટેલ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૫૦૦/૦૦ મળી કુલ કિ.રૂ. ૪૮,૬૫૦/- ના મુદ્દામાલ સાથે જેહરિયાભાઇ વસાવા ને ઝડપી પાડી તથા આરોપી નં.ર નાઓએ વનસ્પતિ જન્ય લીલાસ પડતો બીજ પાંદળાવાળો સુકો ગાંજો આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા સાગબારા પોલીસે બે વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ જે. એમ. લટા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, સાગબારા પો.સ્ટે. નાઓ કરી રહ્યા છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
