News of Wednesday, 2nd September 2026
શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ, રાજપીપળા ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી
વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, રમતગમત પ્રત્યે જાગૃતિ તથા સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ પહોંચાડવાના હેતુથી ૨ કિલોમીટર દોડનું આયોજન ક

( ભરત શાહ દ્વારા ) નર્મદા : શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ, રાજપીપળા ખાતે રમતગમત સમિતિ દ્વારા રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે ૨૯ ઓગસ્ટે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના અનુસંધાને કોલેજની રમતગમત સમિતિ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, રમતગમત પ્રત્યે જાગૃતિ તથા સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ પહોંચાડવાના હેતુથી ૨ કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું સંચાલન તેમજ રમતગમત અને સ્વાસ્થ્યના મહત્વ અંગે માર્ગદર્શન ડૉ. એલ. બી. ગોહિલ દ્વારા આપવામાં આવ્યું હતું.આ દોડમાં કોલેજના આશરે ૧૨૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોલેજના તમામ અધ્યાપકગણ તથા વહીવટી કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
૨ કિલોમીટર દોડનો પ્રારંભ કોલેજ પરિસરથી કરવામાં આવ્યો હતો. દોડનો માર્ગ કોલેજથી કાળિયાભૂત, ગાંધીજી ની પ્રતિમા, સંતોષ ચોકડી, રાજેન્દ્રનગર સોસાયટી થઈને પુનઃ કોલેજ પરિસર સુધી નિર્ધારિત કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ અને રમતિયાળ ભાવના સાથે દોડમાં ભાગ લઈ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીને સફળ બનાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજ ના આચાર્ય ડો.હિતેશ ગાંધી, કોલેજની રમતગમત સમિતિના અધ્યક્ષ ડો.એલ.બી.ગોહિલ , તેમજ કોલેજના તમામ અધ્યાપક અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
