News of Sunday, 15th November 2026
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેણાક મકાનમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરીનો NCBએ પર્દાફાશ કર્યો
મકાનમાંથી ડ્રગ્સ બનાવવા માટેનું મટિરિયલ સહિતની વિવિધ વસ્તુઓ મળી: કેસમાં મધ્યપ્રદેશના મંદસૌરનું નેટવર્ક સામે આવ્યું: હવે આરોપીની કોફી શોપ પર પણ સઘન તપાસ કરવામાં આવશે.

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેણાક મકાનમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરીનો NCBએ પર્દાફાશ કર્યો છે. મોહમ્મદી પાર્ક વિસ્તારમાં આવેલા લબ્બૈક પાર્ક-2 સોસાયટીના એક ભાડાના મકાનમાં MD ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. NCBના નવા ઝોનલ ડાયરેક્ટર અને તેમની ટીમે દરોડા પાડીને આ કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન મકાનમાંથી ડ્રગ્સ બનાવવા માટેનું મટિરિયલ સહિતની વિવિધ વસ્તુઓ મળી આવી છે. મકાનની બહાર એમ.એમ. પઠાણ નામનું બોર્ડ પણ લગાવેલું હતું. આ કેસમાં મધ્યપ્રદેશના મંદસૌરનું નેટવર્ક સામે આવ્યું છે. હવે આરોપીની કોફી શોપ પર પણ સઘન તપાસ કરવામાં આવશે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
