<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

NDPSના આરોપી પર પોલીસનું ફાયરિંગ: રિવોલ્વર ઝૂંટવવાના પ્રયાસ બાદ પગમાં ગોળી વાગતાં આરોપી ઝડપાયો

રિમાન્ડ દરમિયાન ભરૂચ લઈ જતી વખતે ઝપાઝપી અને ડ્રાઇવર પર હુમલો; ધાનેરા PIના ફાયરિંગમાં અશોક બિશ્નોઈ ઘાયલ

ધાનેરા : બનાસકાંઠા જિલ્લામાં NDPSના ગુનામાં કસ્ટડીમાં રહેલા આરોપી અશોક બિશ્નોઈને રિમાન્ડ દરમિયાન ભરૂચ લઈ જતી વખતે પોલીસ સાથે ઝપાઝપી, ડ્રાઇવર પર હુમલો અને રિવોલ્વર ખેંચવાના પ્રયાસ બાદ ધાનેરાના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરાયેલા ફાયરિંગમાં પગમાં ગોળી વાગતાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

 

મળતી વિગતો અનુસાર, NDPS કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીને વધુ તપાસ માટે ભરૂચ લઈ જવાઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેણે અચાનક પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી શરૂ કરી હતી અને પોલીસ વાહનના ડ્રાઇવર પર હુમલો કરવા સાથે રિવોલ્વર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

 

આરોપીના આ વર્તનથી સ્થિતિ ગંભીર બનતાં તેને કાબૂમાં લેવા માટે ધાનેરા PI દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું, જેમાં અશોક બિશ્નોઈના પગમાં ગોળી વાગતાં પોલીસે તેને કાબૂમાં લીધો હતો અને બનાવને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

 

ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલા આરોપીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની તબીબી સારવાર ચાલી રહી છે, જ્યારે પોલીસ દ્વારા સમગ્ર ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

આ ઘટનાએ કસ્ટડીમાં રહેલા આરોપીઓને હેરફેર કરતી વખતે સુરક્ષા વ્યવસ્થા, પોલીસ કર્મચારીઓ પર હુમલા અને સરકારી હથિયાર ઝૂંટવવાના પ્રયાસ જેવા મુદ્દાઓને ફરી ચર્ચામાં લાવ્યા છે.

(11:03 PM IST)