<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

રાજપીપળાના પર્યાવરણ પ્રેમી નીરજ પટેલે તેમની વર્ષગાંઠ નિમિત્તે સેશ નારાયણ મહાદેવ મંદિરે વૃક્ષારોપણ કર્યું

૧૦૧ વૃક્ષ વાવી પોતાની વર્ષગાંઠની ઉજવણી કરી લોકોને પર્યાવરણ બચાવવા સંદેશ આપ્યો: ભૂતકાળમાં નીરજ પટેલે પ્લાસ્ટિક મુક્ત નર્મદાનું અભિયાન ચલાવ્યું હતું

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના જાણીતા પર્યાવરણ પ્રેમી અને પોતે વેપારી એવા નીરજભાઈ પટેલની વર્ષગાંઠ હોય ત્યારે વર્ષગાંઠે લોકો પાર્ટી કરી ઉજવણી કરતા હોય છે પરંતુ નીરજભાઈ પટેલ એ પર્યાવરણ ના રક્ષણ માટે આજે તેમની વર્ષગાંઠ નિમિતે રાજપીપળાના જુનાકોટ વિસ્તારમાં આવેલા સેશ નારાયણ મહાદેવ મંદિરની પાછળના ગ્રાઉન્ડ માં કુલ ૧૦૧ વૃષ વાવી વૃક્ષારોપણ કર્યું અને હાજર સૌને વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવા નો સંદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નીરજ પટેલ પોતે પર્યાવરણ પ્રેમી તરીકે એટલે જાણિતા છે કે તેઓ એ તેમની ટીમ સાથે ભૂતકાળ માં પ્લાસ્ટિક મુક્ત નર્મદા અભિયાન ચલાવ્યું હતું અને પર્યાવરણ બચાવવા આવા ઘણા કાર્યક્રમો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે આજે તેમની વર્ષગાંઠ નિમિત્તે વૃક્ષારોપણ કરી આ એક વધુ સફળ કાર્યક્રમ કર્યો હતો.
આજના વૃક્ષારોપણ કાર્યક્રમ માં Ntelecom ટીમ, સોશિયલ મીડિયા ટીમ, નગરપાલિકા કર્મચારીઓ, પ્રાઉડ રાઇડર્સ ઓફ નર્મદા ટીમ એ ભાગ લઈ વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારે નીરજભાઈ પટેલ આ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો

(10:36 PM IST)