<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

અમદાવાદના વાસણામાં કિશોરને લાફાકાંડમાં નવો વળાંક: પોલીસ સાથે ગેરવર્તન કરનાર બે યુવતીઓની થઇ ધરપકડ

તપાસ દરમિયાન યુવતીઓ નશાની હાલતમાં હોવાનું જણાઈ આવતા તેમની વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

અમદાવાદના વાસણામાં ગાર્ડનમાં પ્રવેશ બાબતે થયેલી રકઝકમાં હવે નવો વળાંક આવ્યો છે. પોલીસ પર બીભત્સ ગાળો બોલવાનો આરોપ લગાવતી અને પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની ધમકી આપતી યુવતીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોના આધારે પોલીસે કાર્યવાહી કરી બંને યુવતીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન યુવતીઓ નશાની હાલતમાં હોવાનું જણાઈ આવતા તેમની વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

(8:15 PM IST)