તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Sunday, 11th October 2026
અમદાવાદના નારોલ ડ્રેનેજ લાઈનમાં ગઈકાલે પડી ગયેલ બાળકીની હજી સુધી કોઈ ભાળ નહીં
ફાયર અને ડ્રેનેજ વિભાગની ટીમ છેલ્લા 14 કલાકથી કરી રહી છે શોધખોળ: જ્યાં દીકરી પડી ત્યાંથી સાબરમતીના તટ સુધી ચાલી રહી છે શોધખોળ.

અમદાવાદના નારોલ ડ્રેનેજ લાઈનમાં ગઈકાલ શનિવારને 10 ઓક્ટોબરના સાંજે પડી ગયેલ બાળકીની હજી સુધી કોઈ ભાળ મળી નથી. ગઈકાલ સાંજથી શરૂ થયેલ શોધખોળ હજી પણ ચાલી રહી છે. ફાયર અને ડ્રેનેજ વિભાગની ટીમ છેલ્લા 14 કલાકથી શોધખોળ કરી રહી છે , જ્યાં દીકરી પડી ત્યાંથી સાબરમતીના તટ સુધી શોધખોળ ચાલી રહી છે . મુખ્ય ડ્રેનેજ લાઇન હોવાથી ગટર સાથે કેમિકલયુક્ત પાણી પણ પસાર થતા હોય છે. AMC ની ઘોર બેદરકારીનો ભોગ પ્રજ્ઞાચક્ષુ દીકરી બની હતી.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
