<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

કુખ્યાત રબારી ગેંગસ્ટર ભાવેશ બળદેવ દેસાઈ ઉર્ફે ભાવેશ ઝીલિયા પર પાસા લગાવી ભૂજની જેલમાં ધકેલી દેવાયો

પાટણની કુખ્યાત મસ્તાની ગેંગ સાથે સંકળાયેલા આરોપી ભાવેશ ઝીલિયા સામે અમદાવાદની સરખેજ પોલીસે કડક કાર્યવાહી કરી

મહેસાણાઃ ઉત્તર ગુજરાતના કુખ્યાત રબારી ગેંગસ્ટર ભાવેશ બળદેવ દેસાઈ ઉર્ફે ભાવેશ ઝીલિયા પર પાસા લગાવી ભૂજની જેલમાં ધકેલી દેવાયો હતો. પાટણની કુખ્યાત મસ્તાની ગેંગ સાથે સંકળાયેલા આરોપી ભાવેશ ઝીલિયા સામે અમદાવાદની સરખેજ પોલીસે કડક કાર્યવાહી કરી હતી.

અમદાવાદના કર્ણાવતી ક્લબના ગેટ સામે જમીન દલાલ પર હુમલો કરવાના કેસમાં સંડોવણી બાદ પોલીસે  ભાવેશ ઝીલિયાની ધરપકડ કરી હતી. ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસે તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરી ભૂજ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. કુખ્યાત રબારી ગેંગસ્ટર ભાવેશ ઝીલિયા સામેની આ કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્ત્વોમાં પોલીસનો કડક સંદેશ ગયો હતો. 

મહેસાણાની નાગલપુર ચોકડી પાસે રવિવારે રાત્રે ફિલ્મી ઢબે હુમલાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. 20થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાતરબારી ગેંગસ્ટર ભાવેશ બળદેવ દેસાઈ ઉર્ફે ભાવેશ ઝીલિયા તેની લકઝુરીયસ કારમાં બેઠો હતો ત્યારે સ્કોર્પિયોથી ટક્કર મારીને ફાયરિંગ કરાયું હતું. આ હુમલામાં ભાવેશ ઝીલિયાને હાથના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી

ઉત્તર ગુજરાતનો કુખ્યાત ગેંગસ્ટ ભાવેશ ઝીલિયા રવિવારે રાત્રે  પોતાના મિત્રો સાથે ફોર્ચ્યુનર કારમાં બેઠો હતો. તે દરમિયાન રોંગ સાઈડમાંથી અચાનક ધસી આવેલી એક સ્કોર્પિયો કારે તેની ફોર્ચ્યુનરને જોરદાર ટક્કરો મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ સ્કોર્પિયોમાં સવાર અજાણ્યા શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયા હતા. ફાયરિંગની માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ઘટનાસ્થળેથી પોલીસને એક વપરાયેલું અને એક મિસફાયર થયેલું કારતૂસ મળી આવ્યું હતું.  

(3:24 PM IST)