News of Friday, 18th September 2026
હવે ડીપ ટ્રફ લેશમાર્ક થતા ભારે વરસાદની શક્યતા નહિવત : પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
છોટાઉદેપુર અને દાહોદમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા :અમદાવાદ, ભાવનગર, અરવલ્લી, ખેડા, ભરૂચ, મહીસાગર, પંચમહાલ, વડોદરામાં યેલો અલર્ટ જાહેર

અમદાવાદ : વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી. આજે અરબસાગરથી દક્ષીણ UP સુધી ડીપ ટ્રક સક્રિય થતા અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. હવે ડીપ ટ્રફ લેશમાર્ક થતા ભારે વરસાદની શક્યતા નહિવત છે. 24 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. છોટાઉદેપુર અને દાહોદમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.
અમદાવાદ, ભાવનગર, અરવલ્લી, ખેડા, ભરૂચ, મહીસાગર, પંચમહાલ, વડોદરામાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન, વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. ગુજરાતમાં સામાન્ય કરતા 8 ટકા વરસાદની ઘટ રહેવા પામી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 23 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગની આગાહી મુજબ યેલો અલર્ટ મુજબ 7 cm થી 11 cm વરસાદ પડી શકે છે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
