<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

અમદાવાદમાં NEET પેપર લીક મુદ્દે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું : કાર્યકરોએ પોસ્ટરો સાથે દેખાવો કરી NTAને બેન કરવાની માંગ ઉઠાવી

જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલનની ચીમકી

અમદાવાદમાં NEET પેપર લીક મુદ્દે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી ગેટ પાસે કાર્યકરોએ પોસ્ટરો સાથે દેખાવો કરી NTAને બેન કરવાની માંગ ઉઠાવી છે. NSUIએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે અને તેમને યોગ્ય ન્યાય મળવો જોઈએ. સંગઠને ચેતવણી આપી છે કે જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

(6:33 PM IST)