News of Monday, 14th September 2026
સંવત્સરી પર્વ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જૈન-જૈનેતર નાગરિકોને "મિચ્છામી દુક્કડમ"
પર્યુષણ મહાપર્વ ક્ષમાપના અને ઉપકાર સ્મરણનું પર્વ : ભગવાન મહાવીરના કરુણા અને જીવદયાના સિદ્ધાંતો આત્મસાત કરવા આપ્યો સંદેશ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પવિત્ર સંવત્સરી પર્વ પ્રસંગે સમગ્ર રાજ્યના જૈન અને જૈનેતર નાગરિક ભાઈ-બહેનોને ભાવભર્યા ‘મિચ્છામી દુક્કડમ’ પાઠવ્યા છે.
મુખ્યમંત્રીએ પર્યુષણ મહાપર્વને ક્ષમાપના અને ઉપકાર સ્મરણનું શ્રેષ્ઠ પર્વ ગણાવતાં જણાવ્યું છે કે, મન, વચન અને કર્મથી જાણે-અજાણે થયેલી ભૂલોની ક્ષમા-યાચના કરવાનું આ પવિત્ર પર્વ છે.
વધુમાં તેમણે શ્રદ્ધા વ્યક્ત કરી હતી કે, ભગવાન મહાવીરના ક્ષમા, સંતોષ, સરળતા, વિનમ્રતા તેમજ કરૂણા અને જીવદયાના સિદ્ધાંતોને સમાજ જીવનમાં આત્મસાત કરનારૂં આ પર્યૂષણ પર્વ સમગ્ર સામાજિક સમરસતા અને માનવતાની શક્તિઓને વધુ પ્રગાઢ તથા મજબૂત બનાવશે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
