<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

એક તરફ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યાં બીજી તરફ રાજપીપળામાં પીવાના પાણીની મોકાણથી ગૃહિણીઓમાં.ભારે રોષ

ક્યારેક બોરની તકલીફ તો ક્યારેક લાઇટની તકલીફ તો ક્યારેક પાઈપલાઈન લીકેજ જેવી વારંવારની તકલીફથી પાણી ઓછું આવવું કે નહીં આવવું જેવી તકલીફ હોય તેનો કાયમી ઉકેલ લાવવો જરૂરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા નગરપાલિકાના અનગઢ વહીવટથી વેરો ભરતી પ્રજા હવે તોબા પોકારી ઉઠી છે જેમાં ખાસ કરીને પાણી, સફાઈ સહિતની તકલીફોથી લોકો કંટાળી ચૂક્યા છે.
   મળતી માહિતી મુજબ રાજપીપળાના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે જેમાં છાસવારે પાણી ઓછું આવવું કે બિલકુલ નહીં આવવું ની સમસ્યા જોવા મળી છે, ખાસ કરીને દરબાર રોડ સહિતના કેટલાક વિસ્તાર માં લાંબા સમયથી પાણીની તકલીફ જોવા મળી છે છતાં પાલિકા તંત્ર તરફથી કોઇજ કામગીરી થતી નથી. ઇન્ચાર્જ ચીફ ઓફિસર પણ કોઈ બાબતે ધ્યાન આપતા નથી તેવી બુમ ઉઠવા પામી છે.
પાણી બાબતે જોઈએ તો ક્યારેક બોરની તકલીફ તો ક્યારેક લાઇટની તકલીફ તો ક્યારેક પાઈપલાઈન લીકેજ જેવી વારંવારની તકલીફથી પાણી ઓછું આવવું કે નહીં આવવું જેવી તકલીફ હોય તેનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે, જોકે જ્યાં જ્યાં પાણીની સમસ્યા છે ત્યાં ત્યાં પાલિકા દ્વારા પાણીના ટેન્કર મોકલાઈ છે છતાં પાણી વેરો ભરતી પ્રજા એવું ઈચ્છે છે કે પોતાના ઘરના નળ માં પાણી મળે. પાલિકા માં મુખ્ય અધિકારી જ જો કોઈ બાબતે ધ્યાન નહીં આપતા હોય તો કર્મચારીઓની શું વાત કરવી, માટે રાજપીપળા નગરપાલિકામાં રેગ્યુલર ચીફ ઓફિસર મુકાય એ જરૂરી છે

(11:30 PM IST)