News of Wednesday, 4th November 2026
ઓનલાઇન શોપિંગ ક્રેઝથી સ્થાનિક વેપારીઓને ૪૦%નો ફટકો
યુવા પેઢીની બદલાતી ખરીદીની આદતથી દિવાળીમાં સ્થાનિક બજારની રોનક ઝાંખી થઈ : Gen Zને બજારોની ભીડ નહીં, મોબાઇલની ક્લિક પસંદઃ કપડાં, ફૂટવેર અને ફેશનની વસ્તુઓ માટે યુવાનો ઓનલાઈન પ્લેટફોર્મ પર વધુ નિર્ભર : સોશિયલ મીડિયાના ટ્રેન્ડ, બ્રાન્ડ અને ડિસ્કાઉન્ટની લાલચે પરંપરાગત બજારોની ઘરાકી ઘટાડી

વડોદરા,તા.૪: એક સમય હતો જ્યારે દિવાળી નજીક આવતાં જ પરિવાર સાથે બજારમાં જઈને કપડાં, ફૂટવેર અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરવાની પરંપરા હતી. દુકાનોમાં ભીડ, વસ્તુઓની પસંદગી અને ભાવતાલ વચ્ચે તહેવારોની ખરીદીનો ઉત્સાહ જોવા મળતો હતો. પરંતુ હવે સમય બદલાયો છે. ખાસ કરીને ઞ્ફૂઁ ક્ષ્ અને યુવા પેઢી માટે ખરીદીનો અર્થ બજારમાં જઈને વસ્તુ પસંદ કરવાનો નહીં, પરંતુ મોબાઇલની એક ક્લિકે મનપસંદ બાન્ડ અને ટ્રેન્ડિંગ વસ્તુ ઘરે મંગાવવાનો બની રહ્યો છે. સોશિયલ મીડિયા પર દેખાતી ફેશન, ઓનલાઈન સેલ, ડિસ્કાઉન્ટ, કૂપન અને ઘરબેઠાં ડિલિવરીની સુવિધાએ યુવાનોની ખરીદીની સંસ્કૃતિ બદલી નાખી છે. તેની સીધી અસર પરંપરાગત બજારોના વેપાર પર પડી રહી છે. ફૂટવેરથી માંડીને ગારમેન્ટ્સ અને કાપડના વેપારમાં ૩૦થી ૪૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે.
૫ વર્ષમાં ઓનલાઇન માર્કેટને કારણે ફૂટવેરના વેપારમાં ૩૦થી ૪૦%નો ઘટાડો
છેલ્લાં પાંચ વર્ષમાં ઓનલાઇન માર્કેટની વધતી પકડને કારણે ફૂટવેરના વેપારમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો થયો છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર બ્રાન્ડેડ અને ચાલુ મોડલના ફૂટવેર પણ ઓછા ભાવે વેચાતા હોવાથી સ્થાનિક વેપારીઓ માટે ભાવની સ્પર્ધા કરવી મુશ્કેલ બની છે. ગ્રાહકો દુકાનમાં આવીને ફૂટવેર પસંદ કરે છે, પરંતુ ઓનલાઇન ઓછી કિમત મળતા ત્યાંથી ખરીદી કરે છે. દિવાળી જેવા તહેવારોમાં પણ સ્થાનિક દુકાનોમાં ગ્રાહકોની અવરજવર અને વાસ્તવિક વેચાણમાં અપેક્ષા મુજબ વધારો થતો નથી
કાપડના વેપારમાં ઓનલાઈન શોપિંગથી ૩૦%નો ઘટાડો
કાપડની સાચી ગુણવત્તા જાણવા માટે તેને હાથથી સ્પર્શીને ચકાસવું જરૂરી છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર પ્યોર કોટન કે સિલ્કના નામે પોલિએસ્ટર મિશ્રિત અથવા નબળી ગુણવત્તાનું કાપડ મળવાની ફરિયાદો રહે છે. સાઇઝ અને કલરની પણ સમસ્યા રહે છે. ઓનલાઇન માર્કેટના કારણે રિટેલ વેપારને અંદાજે ૨૮ ટકાથી વધુ અસર થઈ છે. જેથી રોજગારી પર પણ પડી છે. ૨૨નો સ્ટાફ હતો, જે હવે ૧૬ થઈ ગયો છે. ઓનલાઇ ન અને ઓફલાઇન વેપાર વચ્ચે યોગ્ય સમતુલા જળવાય તે માટે સરકારે કડક નીતિ બનાવવી જોઈએ તેવી તેમની માગ છે.
ઓનલાઇન વેપાર માટે સ્પષ્ટ અને કડક સરકારી નીતિ હોવી જરૂરી
મોટી ઓનલાઇન કંપનીઓ બલ્કમાં ખરીદી કરીને કંપનીઓ પાસેથી વિશેષ ડિસ્કાઉન્ટ મેળવે છે અને તેનો લાભ ગ્રાહકોને આપીને બજારમાં ભાવની સ્પર્ધા ઊભી કરે છે. નાના વેપારીઓ પાસે આવી ખરીદીની ક્ષમતા ન હોવાથી તેઓ સ્પર્ધામાં પાછળ રહી જાય છે અને તેમના નફાકીય ધોરણ પર અસર પડે છે. ઓનલાઇન વેપાર માટે સ્પષ્ટ અને કડક સરકારી નીતિ હોવી જરૂરી છે. આ માટે CAIT દ્વારા દુકાનોમાંથી ખરીદી કરવા લોકોને અપીલ કરતી ઝુંબેશ ચલાવાય છે.
ખરીદીની સંસ્કૃતિ બદલાઈ. સ્થાનિક વેપાર સામે અસ્તિત્વનો સવાલ
યુવા પેઢી માટે ઓનલાઇન શોપિગ સમયની બચત અને પસંદગીની આઝાદી બની રહ્યું છે. વેપારીઓ માટે આ બદલાવ અસ્તિત્વનો સવાલ છે. દુકાનનું ભાડું, કર્મચારીઓનો પગાર, વીજળી બિલ અને અન્ય ખર્ચ છતાં વેચાણ ઘટતાં નફાકીય ધોરણ જાળવવું મુશ્કેલ બની રહ્યું છે. યુવા ગ્રાહકો ડિજિટલ ખરીદી તરફ વળે તો તેની અસર માત્ર વેપારીઓ પૂરતી મર્યાદિત નહીં રહે. પરંતુ સ્થાનિક રોજગારી અને નાના વેપાર સાથે જોડાયેલા પરિવારો પર પણ પડશે. ખરીદીમાં હવે સવાલ માત્ર ગ્રાહકો ક્યાંથી ખરીદી કરે છે તેનો નથી. આવનારી પેઢી સ્થાનિક બજારો સાથેનો સંબંધ જાળવી રાખશે કે નહીં તેનો છે
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
