News of Saturday, 19th September 2026
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી સેવાના અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો જાહેર : વર્ગ-૧ના અધિકારીની બદલી સાથે ૪ મામલતદારોને ડેપ્યુટી કલેક્ટર કેડરમાં બઢતી આપી નવી નિમણૂક કરાઈ : જુઓ સંપૂર્ણ લિસ્ટ
જાહેર કરાયેલી અધિસૂચના મુજબ જાહેર હિતમાં તાત્કાલિક અસરથી કરાઈ નિમણૂકો : સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પાટણ જિલ્લા પંચાયત સહિતની જગ્યાએ નવનિયુક્ત અધિકારીઓ સંભાળશે પદભાર

ગાંધીનગર:ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી ક્ષેત્રે મહત્વનો નિર્ણય લઈને ગુજરાત વહીવટી સેવા (GAS - જુનિયર સ્કેલ) વર્ગ-૧ના એક અધિકારીની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે, જ્યારે વર્ગ-૨ સંવર્ગના ૪ મામલતદારોને વર્ગ-૧ (જુનિયર સ્કેલ)ની જગ્યા પર હંગામી ધોરણે પ્રમોશન આપી નવી નિમણૂકો આપવામાં આવી છે. સરકારના સંયુક્ત સચિવ સચિન પટવર્ધનની સહીથી રાજ્યપાલના હુકમથી આ અધિસૂચના બહાર પાડવામાં આવી છે.
GAS (જુનિયર સ્કેલ) વર્ગ-૧ અધિકારીની બદલીની વિગત:
કુમ. રૂપ પી. પટેલ, જેઓ ગાંધીનગર ખાતે રાહત નિયામકની કચેરીમાં ડેપ્યુટી કલેક્ટર અને એક્સ-ઓફિશિયો અંડર સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા, તેમની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલી કરીને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે સેકન્ડ SLAO (સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન ઓફિસર) તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મામલતદારમાંથી ડેપ્યુટી કલેક્ટર (વર્ગ-૧) તરીકે બઢતી અને નવી નિમણૂક મેળવનાર અધિકારીઓ:
પે મેટ્રિક્સ લેવલ-૮ ધરાવતા મામલતદાર વર્ગ-૨ સંવર્ગના ૪ અધિકારીઓને પે મેટ્રિક્સ લેવલ-૧૦ ધરાવતી ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-૧ ની જગ્યા પર બઢતી આપી નીચે મુજબની જગ્યાઓ પર મૂકવામાં આવ્યા છે:
૧. રણજીત એમ. મકવાણા: ભરૂચ જિલ્લાના હંસોટ ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા, તેમને બઢતી આપીને નર્મદા જિલ્લામાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી' ખાતે ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
૨. વી. બી. ખરાડી: અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે મામલતદાર તરીકે સેવાઓ આપી રહ્યા હતા, તેમને પ્રોમોશન આપીને ગાંધીનગર સ્થિત રાહત નિયામકની કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર અને એક્સ-ઓફિશિયો અંડર સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે.
૩. કે. સી. વાઘેલા: જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા, તેમની બઢતી સાથે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે.
૪. શ્રીમતી એચ. એન. રાવલ: મહેસાણા (સિટી) ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા, તેમને પ્રમોશન આપીને પાટણ ખાતે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર (નાયબ જિલ્લા વિકાસ અધિકારી) તરીકે મૂકવામાં આવ્યા છે.
મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી રવિ પટેલની સહીથી આ અંગે સંબંધિત કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને સંબંધિત કચેરીઓને જરૂરી કાયદેસરની કાર્યવાહી અર્થે જાણ કરવામાં આવી છે.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
