<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

અમારી ઓળખ અમારા યુનિફોર્મથી હોય છે, થોડા લોકોની ભૂલ આખા પોલિસ તંત્રની ઈમેજ ખરડે છે : અનુપમસિંહ ગેહલોત

અમે કડક પગલાઓ ભરીએ એ સાચું, પણ જેમણે પોતાની તબિયત, પરિવારના ભોગે આખુ જીવન લોકોની સુરક્ષા, સેવા માટે આપ્‍યું હોય, તેને અમે કેમ ભૂલી શકીએ? : માત્ર એસોસીએશન જ નહિ, અમારી ફરજ તેમની કાળજી લેવાનું છે, આમા મોટા ભાગના પોલિસ તંત્રની એસેટ જેવા છે...અમદાવાદ સીપીના લાગણીસભર શબ્‍દો પર પોલિસતંત્ર આફ્રિન... : ગુજરાત એક્‍સ પોલિસ એસોસિએશન દ્વારા મેડિકલ કેમ્‍પ યોજાયો : અગ્રણીઓ એસ. એસ. ખંડવાવાલા, એમ. ઓ. ખીમાણી, એલ. પી. સોલંકી ટીમ દ્વારા અદભુત આયોજન...

રાજકોટ, તા.૨૯:  સમાજના દરેકે દરેક  વ્‍યવસાય, નોકરી વિગેરેમાં સારા નરસા લોકો હોય છે, આવું પોલિસમાં પણ હોય છે, અમારી વ્‍યક્‍તિગત ઓળખ અમારાં યુનિફોર્મથી હોય છે, જેથી કોઈ બે ચાર વ્‍યક્‍તિની ભૂલ કહો કે ગુન્‍હો પણ તેની અસર સીધી આખા પોલિસ તંત્ર પર થાય છે, આવી બાબત નીવારવા પોલિસ યુનિફોર્મ કે વરદીને બદનામ કરનાર પોંલિસ તંત્રના અધિકારી કે સ્‍ટાફ સામે ડિસમિસ, સસ્‍પેન્‍ડ, ગુન્‍હા દાખલ કરવા જેવી કાર્યવા હી પણ કરીઍ છીઍ, એમાં કોઈ મિનમેખ નથી.    

આ સાથોસાથ પોલિસ તંત્રને પોતાનું આખુ જીવન અર્પણ કરનાર, લોકો દરેક તહેવાર આનંદથી માણી શકે તે માટે પરિવારના ભોગે રાત દિવસ ફરજ બજાવી છે તેમના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા નિવળત ઓફિસર એસોસીએસન કરે તે ખુબ આનંદની વાત છે, આમાં જે અમારાં આદર્શ બન્‍યા, જેની પાસેથી આજે પણ શીખવાનું છે તેવા નાના મોટા તમામ પોલિસ આધિકારીઓ માટે અમાંરી પણ બલ્‍કે વધુ જવાબદારી છે, અને તે નિભાવવામાં કોઈ કસર નહિ રાખીએ.   એસોસીએસન પ્રમુખ એસ.સ ખંડવાવાલા તથા તેમની સમગ્ર ટીમ, તમામ તબીબો તેમની ટીમ અભિનંદન પાત્ર છે.

ગુજરાત એક્‍સ પોલિસ એસોસિએસનના નિવળત સભ્‍યો માટેના મેડિકલ કેમ્‍પ માટે પ્રમુખ ઍસ એસ. ખંડવાવાલા, ઉપ પ્રમુખ ઍમ ઓ. ખીમાંણી, મહામંત્રી એલ. પી.સોલંકી અને ટીમ દ્રારા ફોલોપ સુવિધા સહિતના આ વધુ એક પ્રશંસનિય કાર્યથી સભ્‍યો અને પરિવારમાં હર્ષની લાગણી જન્‍મી હતી.

(2:38 PM IST)