<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ભાદરવી પૂનમના મહામેળાના બે દિવસમાં અંબાજીમાં 7.62 લાખથી વધુ માઁ ભક્તોએ માતાજીના દર્શન કર્યા

મોહનથાળના 8 લાખથી વધુ પેકેટનું વેચાણ:મંદિર ટ્રસ્ટને બે દિવસમાં કુલ રૂ. 57.39 લાખનું દાન મળ્યું:આજે 22 અને આવતીકાલે 23 સપ્ટેમ્બરની રાત્રે ચાચરચોક ખાતે ભવ્ય ડ્રોન શો યોજાશે.

ભાદરવી પૂનમના મેળાના બે દિવસમાં અંબાજીમાં 7.62 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. પ્રથમ દિવસે 3.37 લાખ અને બીજા દિવસે 4.25 લાખ યાત્રિકો પહોંચ્યા હતા  જ્યારે બે દિવસમાં મોહનથાળના 8 લાખથી વધુ પેકેટનું વેચાણ થયું હતું  મંદિર ટ્રસ્ટને બે દિવસમાં કુલ રૂ. 57.39 લાખનું દાન મળ્યું હતું  આજે 22 અને આવતીકાલે 23 સપ્ટેમ્બરની રાત્રે ચાચરચોક ખાતે ભવ્ય ડ્રોન શો યોજાશે.

ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા નિઃશુલ્ક ભોજન કેન્દ્રમાં 1 લાખથી વધુ માઈભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો છે અને મેડિકલ ટીમો દ્વારા દર્દીઓની સતત સારવાર કરવામાં આવી રહી છે.

ભાદરવી પૂનમ મેળાના બીજા દિવસે મંદિરની દાન ભેટની આવકમાં ઘટાડો નોંધાયો છે. પ્રથમ દિવસે 32.89 લાખ રૂપિયા જ્યારે આજે બીજા દિવસે 24.59 લાખ રૂપિયાની આવક થઈ હતી, જેથી 2 દિવસમાં કુલ 57.39 લાખ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત, પ્રથમ દિવસે મંદિરના શિખરે ૪૦૩ ધજાઓ ચઢી હતી જ્યારે આજે બીજા દિવસે 337 ધજાઓ નોંધાઈ છે

(11:57 AM IST)