News of Thursday, 4th June 2026
સુરતમાં પાલનપુર કેનાલ રોડ પર SMCના એક અધિકારીએ અકસ્માત સર્જ્યો:એક કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધા
અધિકારી દારૂના નશામાં હોવાનો આક્ષેપ: અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકો ભેગા થઈ ગયા અને SMCના અધિકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો

સુરતમાં પાલનપુર કેનાલ રોડ પર SMCના એક અધિકારીએ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ અધિકારીએ એક કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધા હતા, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર સંબંધિત અધિકારી દારૂના નશામાં હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકો ભેગા થઈ ગયા હતા અને SMCના અધિકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાને લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
