તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Thursday, 25th June 2026
પૈસા કમાવાની દોડમાં વાલીઓએ પોતાના સંતાનોના શિક્ષણ પરથી ધ્યાન હટાવવું નહીં:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સલાહ
સાણંદની આદર્શ પીપણ પ્રાથમિક શાળા અને મોડલ સ્કૂલ ખાતે મુખ્યમંત્રીએ નમૂનેદાર રીતે બાળકોને શાળા પ્રવેશ કરાવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી

અમદાવાદ :રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉન્નત બનાવવા અને દરેક બાળકને શિક્ષણના પ્રવાહમાં જોડવાના ઉમદા હેતુ સાથે યોજાતા 'રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'નો સાણંદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે. સાણંદની આદર્શ પીપણ પ્રાથમિક શાળા અને મોડલ સ્કૂલ ખાતે મુખ્યમંત્રીએ નમૂનેદાર રીતે બાળકોને શાળા પ્રવેશ કરાવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
વાલીઓને સંબોધતા મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પૈસા કમાવાની દોડમાં વાલીઓએ પોતાના સંતાનોના શિક્ષણ પરથી ધ્યાન હટાવવું જોઈએ નહીં. વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા આ પ્રવેશોત્સવને કારણે આજે રાજ્યમાં 100 ટકા નામાંકન અને 0 ટકા ડ્રોપ-આઉટ રેશિયો સિદ્ધ થયો છે.
સાણંદ જેવા વિકસિત થતા વિસ્તારોનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, બાળકો ભણશે તો જ આ પ્રગતિનો લાભ તેમને મળશે. સાથોસાથ, મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પર્યાવરણ જાળવણી, પાણીનો બચાવ અને ઘર આંગણે વૃક્ષારોપણ કરવા માટેનો અનુરોધ કર્યો હતો. તેમણે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે વિકસિત ગુજરાત અને દરેક ગામના સર્વાંગી વિકાસ પર સરકાર કટિબદ્ધ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
