News of Thursday, 30th July 2026
ભાવિકોએ બે દિવસ પાવાગઢનો પ્રવાસ ટાળવા પાવાગઢ મંદિર ટ્રસ્ટની અપીલ
ભારે વરસાદમાં પગપાળા માર્ગ જોખમી બનવાની ચેતવણી: ભક્તોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા ટ્રસ્ટનું આહ્વાન

અતિભારે વરસાદની આગાહીને લઈ ધ્યાને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ભાવિક ભક્તોને અપીલ કરી છે કે, 31 જુલાઈ અને 1 ઓગસ્ટે પાવાગઢ પ્રવાસ ટાળવો. ભક્તોને ઘરે જ સુરક્ષિત રહેવા ટ્રસ્ટે અપીલ કરી છે. ભારે વરસાદમાં પગપાળા માર્ગ જોખમી બનવાની ચેતવણી છે. ભક્તોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા ટ્રસ્ટનું આહ્વાન કરાયું છે, . પંચમહાલ-વડોદરા સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી બાદ મંદિર ટ્રસ્ટ સતર્ક બન્યું છે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
