News of Thursday, 8th October 2026
માર્ગ અને મકાન પેટા વિભાગ વિરમગામ દ્વારા પેવરપટાની કામગીરી શરૂ કરાઈ
કામગીરી પૂર્ણ થવાથી અનેક વાહન ચાલકોને રાહત મળશે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ જતી હોય છે પરંતુ ચોમાસુ પૂર્ણ થયા બાદ વાહન ચાલકોની તકલીફ દૂર કરવા માટે માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા પેવરપટાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ સાણંદ સોકલી રોડ તથા કચ્છ ભુજ ડાયવર્ઝન રોડ પર ચોમાસાની ઋતુ પૂર્ણ થતા પેવરપટાની કામગીરી માર્ગ અને મકાન પેટા વિભાગ વિરમગામ ( સ્ટેટ) દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થવાથી અનેક વાહન ચાલકોને રાહત મળશે તેમ લાગી રહ્યું છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
