News of Wednesday, 29th April 2026
એકતાનગર સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાંથી વાયરલેસ શાખાના પીએસઆઈનું પેનડ્રાઈવ ગુમ થયું
મિટિંગ બાદ કોમ્પ્યુટરમાંથી પેન્ડ્રાઇવ કાઢી માઉસ નજીક મુકેલ બીજા દિવસે તપાસ કરાવતા પેન ડ્રાઈવ મળી આવેલ નહી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:વાયરલેસ શાખાના પીએસઆઈનું મિટિંગ બાદ પેનડ્રાઈવ ગુમ થતાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિત અનુસાર સુ.શ્રી આર.એન.ચૌધરી પો.સ.ઇ વાયરલેશ શાખા એસ.પી. ઓફિસ નર્મદાનાઓએ પોલીસમાં જાહેરાત આપ્યા મુજબ તેઓ તા.૧૯/૦૪/૨૦૨૬ ના રોજ IG BSF નાઓની અધ્યક્ષતામાં એકતા પરેડ-૨૦૨૬ અનુસંધાને એકતાનગર વી.આઇ.પી સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમ ખાતે કલાક ૧૧:૦૦ વાગ્યે મીટીંગમા ગયેલ હતા અને આ મીટીંગમાં જાહેરાત આપનાર નાઓએ પ્રેઝનટેશન ઓપરેટ કરવા માટે કોમ્યુટરમા પોતાની પેનડ્રાઇવ લગાવેલ હતી, મીંટીંગ પુર્ણ થયા બાદ ક.૧૨/૫૫ વાગ્યે મિટીંગ કોમ્પ્યુટરમાંથી પેન્ડ્રાઇવ કાઢી માઉસ નજીક મુકેલ હતી ત્યારબાદ વાયરલેશ શાખા એસ.પી ઓફિસ નર્મદા ખાતે જતા રહેલ હતા અને બીજા દિવસે જાહેરાત આપનારનાઓએ વી.આઇ.પી સર્કિટ હાઉસના કોન્ફન્સ રૂમ ખાતે તપાસ કરાવતા પેન ડ્રાઈવ મળી આવેલ નહી માટે સલામતી પો.સ્ટે. માં ગુનો દાખલ કરી પેનડ્રાઈવ ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
