News of Thursday, 23rd April 2026
રાજપીપળામાં પાણીની સમસ્યાથી કંટાળેલા લોકો હવે ચૂંટણી પ્રચારમાં જતા ઉમેદવારોને રજૂઆત કરે છે
પ્રચારમાં નિકળતા ઉમેદવારોને લોકો પાણીની ખાસ રજૂઆત કરી યોગ્ય પાણી અપાવવા રજૂઆત કરે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:હાલમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજુ પણ દરેક પક્ષના ઉમેદવારો પ્રચાર માટે ફરી રહ્યા છે અને મત માંગી રહ્યા છે ત્યારે જે તે વિસ્તારમાં લોકો પાણીની રામાયણ બાબતે રજૂઆત કરે છે
હાલમાં રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી હોય જેમાં બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારો નોંધાવી છે અને દરેક પક્ષના ઉમેદવારો પોતાના પ્રચારમાં ફરે છે ત્યારે રાજપીપળાના ઘણા વિસ્તારોમાં પાણીની વિકટ પરિસ્થિતિ હોવાના કારણે પ્રચારમાં ફરતા ઉમેદવારોને લોકો પાણી બાબતે ખાસ રજૂઆત કરી તમે આવો તો પહેલા પાણીની તકલીફ દૂર કરજો તેવી રજૂઆત ખાસ કરીને મહિલાઓ કરી રહી છે.
આમ તો ફિલ્ટર પાણીની લાઈનો નંખાઈ હતી જેમા અમુક કામ બાકી રહ્યા બાદ આ કામગીરી વર્ષોથી ખોરંભે જ પડી છે ત્યારે જો આ લાઇનો ચાલુ થાય તો લોકોને ફિલ્ટર પાણી મળી રહે પરંતુ હાલમાં જે ટાંકીનું પાણી મળે છે તે ઘણા ઓછા પ્રેશર થી મળતું હોવાથી લોકોના ઘરોની ટાંકી પણ પૂરી ભરાતી નથી માટે આવી સ્થિતિમાં કંટાળેલા લોકો હવે પ્રચાર માં નિકળતા ઉમેદવારો ને પાણી બાબતે રજૂઆત કરી પોતાની તકલીફ નો અંત લાવવા પ્રયત્ન કરી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે કોઈપણ પક્ષ ના ઉમેદવાર જીતે પરંતુ એ પાણીની આ સમસ્યા દૂર કરે છે કે ખાલી આશ્વાસન આપી જીતે છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
