News of Tuesday, 27th October 2026
દિવાળી પહેલા વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં તહેવારની ખરીદી માટે લોકોની અવરજવર વધી
ઘર સુશોભનની વસ્તુઓ, વાસણો અને કપડાં સહિતની વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે બજારોમાં ગ્રાહકોની ભીડ

વડોદરામાં દિવાળીના તહેવારનો માહોલ જામ્યો છે. શહેરની બજારોમાં ધીમે-ધીમે દિવાળીની રોનક વધી રહી છે. ખાસ કરીને વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં તહેવારની ખરીદી માટે લોકોની અવરજવર વધી છે. દિવાળીને લઈને લોકો ઘર સુશોભનની વસ્તુઓ, વાસણો અને કપડાં સહિતની વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. તહેવાર નજીક આવતાં બજારોમાં ખરીદીનો ઉત્સાહ પણ વધી રહ્યો છે.
વડોદરામાં દિવાળીના તહેવાર દરમિયાન લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. શહેરના મંગળ બજાર વિસ્તારમાં SG પોલીસ દ્વારા ડોગ અને બોમ્બ સ્ક્વોડ સાથે તપાસ કરવામાં આવી હતી. તહેવારોમાં બજારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોવાથી પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. આ દરમિયાન ખરીદી કરવા આવેલા વેપારીઓ અને ગ્રાહકોના સામાન, બોક્સ તેમજ થેલાઓની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ લોકોને પોતાની સુરક્ષા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
