તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Tuesday, 21st April 2026
ચાલુ ટ્રેને ચઢવા જતા લોકો, પાટા ઓળંગવા પ્રયત્ન કરતા લોકોને અટકાવવા IG કે. એન. ડામોર ટીમનું અભિયાન રંગ લાવ્યું...
ઉનાળુ વેકેશન- ભીડ અને બેદરકારથી થયેલ અકસ્માતે મોતના આંકને નિહાળી મુખ્ય પોલીસ વડા ડો. કે એલ.એન.રાવ ચોકી ઉઠ્યા હતા...

રાજકોટ, તા.૨૧: સ્કૂલ, કોલેજમાં વેકેશનના કારણે ટ્રેનમાં રહેતી મોટી ભીડ, બિન જરૂરી રીતે ટ્રેનમાં ચઢવા માટે ચડસાચડસીને કારણે મોતનો આંક વધી જતા રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો કે.એલ.એન.રાવ, ગુજરાત રેલ્વે પોલીસ જે વિભાગ નીચે ફરજ બજાવે છે તેવા CID વિભાગના વડા તરીકે મોતની સંખ્યા નિહાળી ચીકી ઉઠ્યા હતા.
ડો કે.એલ.એન.રાવે આ બાબતે CID વિભાગમાં રેલ્વેનો હવાલો સંભાળતા અનુભવી IPS કે એન. ડામોર સાથે ચર્ચા કરી અને રેલવે સ્ટેશનો પર ગુજરાત રેલ્વે પોલીસની ટીમો ઉતારી દીધી છે.
પશ્ચિમ રલવમાં ઉનાળુ વેકેશનની સિઝન શરૂ થઈ ગઈ છે. જેથી પશ્ચિમ રેલવેમાં દરેક રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના સમયે ખાસ જી આર પી રેન્જ આઈ જી કે એન ડામોર દ્વારા ગુજરાતના તમામ રેલવે સ્ટૅશન પર પોલીસ ફોર્સ રેલવે યાત્રીઓની સુરક્ષા માટે ફાળવવામાં આવે છે. જેથી કાઈ યાત્રી ચાલુ ટ્રેને દોડી બેસવા જતા યાત્રીઓને અટકાવી શકાય તેઓના જીવ બચાવી શકાય છે. વલસાડ, વાપી, બીલીમોરા, નવસારી સહિતના રેલવે સ્ટેશન ખાતે ઘણા કેસોમાં પ્લેટફોર્મ ઉપર પેટ્રોલિંગ કરતા જવાનોએ રેલવે યાત્રીઓનો અમૂલ્ય જીવ પણ બચાવ્યો છે.
રેલવે આઈ જી ડામોરે રેલવે યાત્રી કે કોઈ રાહદારી રેલવે અકસ્માતમાં ભોગ નહિ બને તે માટે એક એક્શન પ્લાન્ટ તૈયાર કરીને રેલવે યાત્રી રેલવે અકસ્માતમાં ભોગ નહિ બને તે માટે ગુજરાત રેલવે પોલીસે આ અંગે એક ભગીરથ અભિયાન શરૂ કરવમાં આવ્યું છે ટ્રેક ઓળંગતી વખતે થતી બેદરકારી અને ટ્રેનના દરવાજે લટકીને મુસાફરી કરવાના કારણે થતા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. GRPના DySP દિનેશ ગૌર આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત રેન્જ વિસ્તારમાં દર વર્ષે સરેરાશ ૫૧૮ થી વધુ લોકો રેલવે ટ્રેનની અડફેટે આવવાથી અથવા અકસ્માતને કારણે જીવ ગુમાવે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી રેલવે પોલીસ (GRP) દ્વારા મુસાફરો અને રેલવે પોલીસ (GRP) દ્વારા મુસાફરો અને સ્થાનિકોમાં જાગળતિ લાવવા માટે ગુજરાતના દરેક રેલવે સ્ટૅશન પર એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ બાબતે વધુ સુરત રેન્જના DySPએ દિનેશ ગૌર એ રેલવે મુસાફર અને નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, રેલવે ટ્રેક ઓળંગવા માટે લોકો રેલવે યાત્રીઓ ઘણીવાર શોર્ટકટ અપનાવતા હોય છે. ખાસ કરીને લોકો મોબાઈલ ફોન પર વાત કરવામાં મશગૂલ હોય ત્યારે ટ્રેનની ગતિનો અંદાજ મેળવી શકતા નથી. વર્તમાન સમયમાં ટ્રેનોની સ્પીડ ઘણી વધારે હોવાથી, વ્યક્તિને બચવાની તક મળતી નથી. આથી, રેલવે ટ્રેક ઓળંગવાને બદલે હંમેશા ફૂટ ઓવર બ્રિજ (FOB) નો જ ઉપયોગ કરવો જોઈએ.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
