<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

વડોદરામાં યુસુફ પઠાણને પ્લોટ ફાળવણીનો વિવાદ વકર્યો: 20 કરોડનો પ્લોટ 5 કરોડમાં આપવાના પ્રસ્તાવનો વિરોધ

કોંગ્રેસની માગ છે કે સરકારી જમીન કોઈ વ્યક્તિને રાહતદરે ફાળવવાને બદલે લોકોના જાહેર હિત અને સામાજિક કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવે.

વડોદરામાં ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને પ્લોટ ફાળવણીનો વિવાદ વધુ વકર્યો છે. અંદાજે 20 કરોડ રૂપિયાની કિંમતનો પ્લોટ માત્ર 5 કરોડ રૂપિયામાં ફાળવવાના પ્રસ્તાવને લઈને વિરોધ શરૂ થયો છે. મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આ પ્રસ્તાવને મંજૂરી મળે તે પહેલાં જ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ આ મુદ્દે સામાન્ય જનતાને પણ વિરોધમાં જોડાવા અપીલ કરી છે. કોંગ્રેસની માગ છે કે સરકારી જમીન કોઈ વ્યક્તિને રાહતદરે ફાળવવાને બદલે લોકોના જાહેર હિત અને સામાજિક કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવે. 

  આ દરમિયાન કોંગ્રેસના એક કાર્યકર્તાએ રામમંદિર બનાવવા માટે પણ સરકારી જગ્યા ફાળવવાની માગ કરી છે. આ અંગે કોર્પોરેશનમાં સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. એક તરફ યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાના પ્રસ્તાવને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે, તો બીજી તરફ કોંગ્રેસે સરકારી જમીનના ઉપયોગ અને ફાળવણીના માપદંડો અંગે સવાલો ઉઠાવ્યા છે. હવે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આ પ્રસ્તાવને લઈને શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે.

(1:25 PM IST)