<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

PM ઈન્‍ટર્નશિપ યોજના કાગળ પર, ૯૨ ટકા યુવાનોને યોગ્‍ય તક ન મળી

૧૧,૬૯૦ ઈન્‍ટર્નશિપમાંથી ૧,૦૧૯ ઉમેદવારે ઓફર સ્‍વીકારી

અમદાવાદ,તા.૨૯: પીએમ ઇન્‍ટર્નશિપના આંકડાઓએ રોજગાર મોડેલની પોલ ઉઘાડી પાડી છે. સમગ્ર દેશમાં બે વર્ષમાં માંડ ૩૪૧૭ યુવાનોને લાભ મળ્‍યો છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી ઈન્‍ટર્નશિપ યોજનાના પ્રથમ રાઉન્‍ડમાં કુલ ૧૧,૬૯૦ ઇન્‍ટર્નશિપ જાહેર કરવામાં આવી હતી, જેની સામે ૪,૫૪૧ ઓફર જારી થઈ અને માત્ર ૧,૦૧૯ ઉમેદવારોએ સ્‍વીકારી એટલે કે કુલ ઉપલબ્‍ધ તકોની સામે ૯૨ ટકા જેટલી તકોનો અસરકારક ઉપયોગ જ થયો નથી. આ આંકડા સ્‍પષ્ટ કરે છે કે યોજના કાગળ પર મોટી છે, પરંતુ યુવાનો સુધી પહોંચવામાં સંપૂર્ણપણે નિષ્‍ફળ ગઈ છે.

સમગ્ર દેશમાં બે વર્ષમાં માત્ર ૩૪૧૭ યુવાનોને લાભ મળ્‍યો ત્‍યારે ગુજરાતના યુવાનો માટે પીએમ ઇન્‍ટર્નશિપ યોજના આશા નહીં, નિરાશાનું પ્રતીક બની હોવાનો આક્ષેપ કરાયો છે. કેન્‍દ્ર સરકારે પીએમ ઇન્‍ટર્નશિપ યોજના દેશના ૭૩૫ જીલ્‍લામાં શરૂ કરી હતી, જેમાં પાંચ વર્ષમાં દેશના ૧ કરોડ યુવાનોને ઇન્‍ટર્નશીપ રોજગારનું લક્ષ્ય નિર્ધારિત જાહેર કરવામાં આવ્‍યું હતું જેમાં પ્રથમ વર્ષ ૧.૨૫ લાખ ઇન્‍ટર્નશિપ અને બીજા રાઉન્‍ડમાં ૧.૨૮ લાખ એટલે કે બે વર્ષ કુલ ૩.૩૩ લાખમાંથી માત્ર ૩૪૧૭યુવાનોને સમગ્ર ઇન્‍ટર્નશીપ યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે. કોંગ્રેસે આ દાવા

સાથે જણાવ્‍યું છે કે, ગુજરાતના આંકડા બતાવે છે કે, યોજના જમીન પર નિષ્‍ફળ સાબિત થઈ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભરૂચ અને કચ્‍છ જેવા ઔદ્યોગિક જિલ્‍લાઓમાં અંદાજે ૬૦થી ૭૦ ટકા ઇન્‍ટર્નશિપ તકો કેન્‍દ્રિત કરવામાં આવી હતી પરંતુ દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ અને અરવલ્‍લી જેવા જિલ્‍લાઓમાં સ્‍થિતિ વધુ ચિતાજનક છે. અહીં ૧૧,૬૯૦ તકોમાંથી માત્ર ૧,૦૧૯ એટલે કે માત્ર ૮ ટકા સફળ થઈ એટલે કે ૯૨ ટકા યુવાનો લાભથી વંચિત રહ્યાં છે. જિલ્‍લાવાર કામગીરીનો સંપૂર્ણ ડેટા કેમ જાહેર કરવામાં આવતો નથી? જિલ્‍લાવાર PMIS ડેટા જાહેર કરવાની પણ માગ કરાઈ છે.

 

 

(10:29 AM IST)