<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

અમદાવાદના પાલડી વિસ્તારમાં ચેન સ્નેચિંગના આરોપીને પોલીસે ઝડપી પાડયો : 12 ગ્રામની સોનાની ચેન જપ્ત

ઝડપાયેલ આરોપી નારોલ વિસ્તારનો રહેવાસી:સર્વેલન્સની ટીમે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદના પાલડી વિસ્તારમાં ચેન સ્નેચિંગના ગુનામાં આરોપીને પોલીસે ઝડપી પાડયો છે. ઝડપાયેલ આરોપી નારોલ વિસ્તારનો રહેવાસી છે અને તેણે પાલડી વિસ્તારમાં ચેન સ્નેચિંગ કર્યુ હતુ, તો સર્વેલન્સની ટીમે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પાલડી પોલીસ સ્ટેશન ગુ.૨.નં-11191016260055/2026 બી.એન.એસ કલમ-304(2) મુજબના ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે બાતમી મળી હતી અને પોલીસે આરોપીને ઝડપી પાડયો છે.

આરોપી મૂળ અમદાવાદના નારોલનો રહેવાસી છે અને ગુનાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલો છે. આરોપીએ અન્ય કઈ કઈ જગ્યાએ ગુનાને અંજામ આપ્યો છે તે દિશામાં પોલીસની તપાસ ચાલી રહી છે.

 

 

પોલીસે આરોપી પાસેથી 12 ગ્રામની સોનાની ચેન જપ્ત કરી છે જેની આરોપીએ સ્નેચિંગ કર્યુ હતુ અને કુલ મળીને પોલીસે 67 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, આરોપીને ઝડપી તો લીધો છે પણ આગામી સમયમાં વધુ ગુનાનો ભેદ ઉકેલાય તો નવાઈ નહી.

(11:38 AM IST)