તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
સુરતમાં લૂંટના આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર ચપ્પુથી હુમલો : જવાબી ગોળીબારમાં આરોપી ઘાયલ
પોલીસકર્મી અને આરોપીને હોસ્પિટલ ખસેડાયા : વરાછા, કતારગામ અને મહિધરપુરામાં લૂંટ ચલાવનાર ટોળકી સામે તપાસ તેજ

સુરત : સુરતમાં લૂંટના આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર ચપ્પુથી હુમલો થતાં પોલીસે ગોળીબાર કરવો પડ્યાની ઘટના સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે થયેલી આ કાર્યવાહીમાં આરોપી પરવેઝ મુશરફ અન્સારીને પગમાં ગોળી વાગી હતી, જ્યારે એક પોલીસકર્મી ચપ્પુના હુમલામાં ઘાયલ થયો હતો.
પ્રાથમિક અહેવાલો મુજબ આરોપીને પકડવાનો પ્રયાસ કરવામાં આવતાં તેણે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસે ચેતવણી માટે હવામાં ગોળીબાર કર્યો અને આરોપીના પગમાં ગોળી મારી તેને કાબૂમાં લીધો હતો. બંને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરતમાં અગાઉ આશરે ૧૮ મિનિટમાં પાંચ લૂંટની ઘટનાઓ બની હતી. વરાછા, મહિધરપુરા અને કતારગામ વિસ્તારમાં બે શખ્સોએ ચપ્પુની અણીએ ચાર મોબાઇલ અને રૂ. ૧૪,૫૦૦ની રોકડ લૂંટી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ ઘટનામાં પાંચ લોકો ઉપર હુમલા થયા હતા. પોલીસ આરોપીના સાગરીત અંગે પણ તપાસ કરી રહી છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
